ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગીત ગુર્જરી ઉપાશ્રય રાજકોટના આંગણે નવકાર સખી મંડળના બહેનો દ્વારા મહાવીર મોદક મંડળના ઉપક્રમે 2012ની સાલથી દર મહિનાના ચોથના દિવસે 200 કિલો લોટના ગાયના લાડવા બહેનો જાતે બનાવી રાજકોટની અલગ-અલગ પાંજરાપોળમાં ગૌ માતાને અર્પણ કરે છે. પૂ.હીરાબાઈ સ્વામી અને પૂ. સ્મિતા બાઈ સ્વામીની પ્રેરણાથી આ કાર્ય અવિરત ચાલુ હોય નવકાર સખી મંડળ પર ઋણ છે. આ તકે નવકાર સખી મંડળ સંઘના પ્રમુખ શિરીષભાઈ બાટવીયા અને અન્ય ટ્રસ્ટી ગણ નો આ કાર્યમાં સહયોગ માટે ઋણ સ્વીકાર કરે છે. પૂર્વ પ્રમુખ સ્વ. સુશીલાબેન મોદી કે જેઓનો અવિરત ફાળો મંડળ ની સેવાકીય પ્રવૃત્તિ માટે મળ્યો છે.