બંદર પર ભાવુક દૃશ્ર્યો: ત્રણ પુત્રોને પણ છોડાવવા પિતાજીની આજીજી: ગીર સોમનાથ, દ્વારકા, દીવ સહિતના પરિવારો થયા ગદ્ગદ
ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાન જેલ માંથી મુક્ત થયેલા 200 માછીમારો માદરે વતન વેરાવળ પહોંચતા વર્ષો બાદ પરિજનોને મળતા માછીમારો ભેટી પડતા ભાવુક દ્રશ્ર્યો સર્જાયેલ હતા. ગઇકાલે ફીશરીઝ કચેરી ખાતે બેટ દ્વારકા થી અનેક પરિવારો આવેલ જેમાં અબ્દેરેમાન નામના માછીમાર પોતાના દીકરાઓને મુક્ત કરાવવા માટે અધિકારીઓને આજીજી કરતા નજરે પડતા હતા. અબ્દેરેમાન ના ત્રણ દીકરા પાક જેલ માં કેદ છે જેને બે વર્ષ થી વધુ સમય વીત્યો છતાં મુક્ત ન થયા કે ન તો તેમની સાથે વાત થયેલ હોવાનું જણાવેલ હતું.
- Advertisement -
પાકિસ્તાન જેલ મા છેલા ત્રણ ચાર વર્ષ થી સબડતા માછીમારો વધુ એક વખત મુક્ત થયા છે. પાકિસ્તાન સરકાર દ્વારા 200 માછીમારોને મુક્ત કરાયા છે જે માછીમારોને વાઘા બોર્ડર ફિસરીજ વિભાગને સોંપ્યા બાદ આ માછીમારો રેલ મારફતે બરોડા અને ત્યાં થી બસ મારફતે માદરે વતન વેરાવળ પહોંચ્યા હતા. વહેલી સવાર થી જ માછીમારોના પરિજનો તેમને લેવા વેરાવલ ફોશરીજ કચેરી ખાતે પહોંચ્યા હતા લાંબા સમય થી કેદ માછીમારો આવતા હોવાથી વૃદ્ધ અને બાળકો પણ પહોંચ્યા હતા. વેરાવલ કીડીવાવ ખાતે માછીમારોનું અલગ અલગ સુરક્ષા વિભાગ દ્વારા ઇન્ટરોગેસન હાથ ધરાયુ હતું અને આખરે ત્રણેક કલાકે માછીમારોના પરિજનોની આતુરતાનો અંત આવ્યો હતો અને માછીમારો ને પરિવારજનો ને સોંપવામાં આવ્યા હતા.
એક તરફ ખુશીના આશુ છલકાતા હતા અને ભાવુક દ્રશ્ર્યો જોવા મલ્યા તો બીજી તરફ એક કરુણ દરસ્યો પણ જોવા મળ્યા જેમાં બેટ દ્વારકાથી અનેક પરિવારો આવ્યા જેમાં અબ્દેરેમાન નામના માછીમાર પોતાના દીકરાઓને મુક્ત કરવવા માટે અધિકરિયોને આજીજી કરવા પહોચયાં હતા. અબ્દેરેમાન ના ત્રણ દીકરા પાક જેલ માં કેદ છે જેને બે વર્ષ થી વધુ નો સમય વીત્યો છતાં મુક્ત ન થયા કે ન તો તેમની સાથે વાત થઈ રહી છે. મુક્ત થયેલા 200 માછીમારોમાં ગીર સોમનાથ જિલ્લાના 129, દ્વારકાના 31, પોરબંદરના 4, જૂનાગઢના 2, નવસારીના 5, દિવના 15, ઉત્તરપ્રદેશના 5, બિહારના 3, મહારાષ્ટ્રના 6 માછીમારો છે. જયારે પાકીસ્તાન જેલમાં હજુ 260 થી વધુ માછીમારો કેદ છે. મુક્ત થયેલા માછીમારો છેલ્લા ત્રણ-ચાર વર્ષથી પાકીસ્તાનની કેદમાં હોવાનું સામે આવ્યુ છે.