ચંદીપુરાનાં વધતા જતાં કેસને લઈ રાજકોટ સિવિલમાં સિવિલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા પ્રેસ કોન્ફરન્સ
ચંદીપુરાના કારણે સિવિલ હોસ્પિટલમાં 15થી 20 બેડનો સ્પેશ્યલ વોર્ડ તૈયાર
ચંદીપુરામાં વાઇરસની સારવાર લઈ રહેલા 7 વર્ષના બાળકને સિવિલમાંથી રજા આપવામાં આવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આજરોજ ચાંદીપુરા વાયરસને લઈ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેના સંદર્ભમાં ચાંદીપુરા વાઇરસના વધતા જતાં કેસો માટે ચિંતા વ્યક્ત કરી હતી. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.મોનાલી માકડીયા,પીડીયાટ્રીક વિભાગના મુખ્ય અધિકારી સહિતનાઓએ પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. ચંદીપુરાના વધતા કેસને લઈ રાજકોટ સિવિલમાં આજે મહત્વની બેઠકમાં ડોકટરો અને ગાંધીનગરથી ટીમના ડોકટરો સાથે મહત્વની બેઠક કરવામાં આવી હતી સૌરાષ્ટ્રભરમાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના કેસના દર્દીઓ આવી રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સમાં સારવાર અને રિપોર્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
દર્દીના લક્ષણો અને રિપોર્ટ પહેલા થયેલા દર્દીના મોત અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ચંદીપુરા વાઇરસમાં તાવ, લીવર પર સોજો અને મગજ પર સોજો જેવા લક્ષણો જોવા મળે છે સિવિલ હોસ્પિટલમાં માં ચંદીપુરામાં વાઇરસની સારવાર લઈ રહેલા 7 વર્ષના બાળકને આજે રજા આપવામાં આવી છે અને ચંદીપુરા વાઇરસના 20 દર્દીઓ નોંધાયા હતા. જેમાં 5 દર્દી પોઝિટિવ આવ્યા છે, ચંદીપુરા વાઇરસથી અત્યાર સુધીમાં 8 બાળકોના મોત થયા છે. વધતા જતાં કેસો ને ધ્યાનમાં લઈને સિવિલ હોસ્પિટલ ખાતે 15 થી 20 બેડનો સ્પેશ્યલ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.