જમ્મૂ-કાશ્મીરના બડગામ વિસ્તારમાં સેના અને પોલીસ દળના સંયુક્ત અભિયાનમાં આજ રોજ બે આતંકવાદિઓને ઠાર માર્યા હતા. મળેલી માહિતી અનુસાર, કેટલાક આતંકી ત્યાંથી ફરાર થઇ ગયા હતા. જમ્મૂ-કાશ્મીરમાં આતંકિઓની સામે સુરક્ષાદળોનું ઓપરેશન ચાલુ છે. સુરક્ષાદળોએ આખા વિસ્તારની કિલ્લેબંધી કરી છે. આતંકિઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે, બડગામમાં એક ગામમાં લગભગ બે દિવસ આતંકિઓ છુપાયેલા હોવાની સુચના મળી હતી. રાજૌરીની ઘટના પછી જમ્મૂ-કાશ્મીરની સુરક્ષા માટે ગૃહમંત્રી અમિત શાહ ઘણું ગંભીર છે. હુજ બે દિવસ પહેલા જ રાજૌરી આતંકવાદી હુમલાની તપાસ NIAને સોંપવામાં આવી હતી. સાથે જ કડક આદેશ આપતા કહ્યું કે, આતંકિઓને કોઇપણ પ્રકારની છુટ આપવામાં આવે નહીં.
- Advertisement -
जम्मू-कश्मीर: बडगाम इलाके में गोलियों की आवाजें सुनाई देने के बाद पुलिस और सेना ने इलाके की घेराबंदी की। आतंकियों को पकड़ने की कोशिश की जा रही है। अधिक जानकारी की प्रतिक्षा है।
(तस्वीरें वर्तमान समयानुसार नहीं हैं।) pic.twitter.com/pg3xoxsC8a
— ANI_HindiNews (@AHindinews) January 17, 2023
- Advertisement -
ફાયરીંગમાં બે સ્થાનીક લોકોની મૃત્યુ
જમ્મૂ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, સેના અને પોલીસના સંયુક્ત ક્ષેત્ર નિયંત્રણ પાર્ટીએ બડગામ જિલ્લામાં એક સંદિગ્ધ વાહનને રોકવા માટે કોશિશ કરી હતી. ત્યાર પછી આતંકિઓએ સેના અને પોલીસની સંયુક્ત ક્ષેત્ર નિયંત્રણ પાર્ટી પર ગોળીબારી શરૂ કરી દીધી હતી. તેના જવાબમાં સેનાની ગોળીબારીમાં બે આતંકીઓ માર્યા ગયા હતા. હથિયાર અને ગોળા બારૂદ કબ્જે કરવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, ગોળીબારીમાં બે સ્થાનિક લોકો પણ ઘાયલ થયા હતા.
માર્યા ગયેલા આતંકીઓ લશ્કર-એ-તૌયબા સાથે જોડાયેલા હતા
એડીજીપી કશ્મીર વિજય કુમારના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા બંન્ને આતંકીઓની ઓળખ કરી લેવામાં આવી છે. જેમાં અરબાજ મીર અને શાહિદ શેખનો સમાવેશ થાય છે. બંન્ને પુલાવમામાં રહેતા હતા. અને પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૌયબા સાથે જોડાયેલા હતા. હાલના એન્કાઉન્ટમાં આતંકીઓ ફરાર થઇ ગયા હતા.


