ઓપન ગુજરાત કરાટે ચેમ્પિયનશિપમાં વેરાવળની દર્શન-ન્યુ દર્શન સ્કૂલના વિદ્યાર્થીઓ રાજ્ય લેવલે ઝળક્યા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.16
- Advertisement -
ઓપન ગુજરાત કરાટે ચેમ્પિયનશિપ 2025 નુ આયોજન તા.2 અને 3 મેં 2025 દરમિયાન ગુજરાત વાડોકાઈ કરાટે ડો એસોસિએશના ગુજરાત કરાટે એન્ડ સ્પોર્ટ એસોસીએશન તેમજ સિંહણ પ્રવીણકુમાર ચૌહાણ દ્વારા પટેલ કોળી સમાજ કોમ્યુનિટી હોલ દમણ મુકામે કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત ભરમાંથી ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, ભાવનગર, સુરેન્દ્રનગર, દમણ, રાજકોટ, મોરબી, અમદાવાદ, સુરત, નવસારી, અમરેલી આ તમામ જિલ્લાઓમાંથી આશરે 350 કરતા પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. જેમાં ગીર સોમનાથ જિલ્લા વેરાવળની દર્શન સ્કૂલના સોલંકી આર્યન લખમણભાઇ એ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ. તેમજ સોલંકી જાદવ જીવાભાઈ એ સિલ્વર મેડલ તથા ન્યૂ દર્શન સ્કૂલની વિદ્યાર્થીની રાણીંગા કાવ્યા ખુશાલભાઈ એ સિલ્વર મેડલ મેળવી અને ગુજરાતમાં ગીર સોમનાથ નો કરાટે માં ડંકો વગાડ્યો. આ તમામ વિદ્યાર્થીઓએ કરાટે કોચ સંગીતા સેન્સેઈ ના માર્ગદર્શન હેઠળ કરાટે તાલીમ મળેલ હતી.આ તમામ વિદ્યાર્થીઓને દર્શન સ્કૂલના પ્રમુખ વિઠલાણી સાહેબે તેમજ સ્કૂલના તમામ સ્ટાફએ અભિનંદન પાઠવ્યા હતા અને આગામી સમયમાં વિનર થયેલા વિદ્યાર્થીઓ નેશનલ કરાટે ચેમ્પિયનશિપ રમવા માટે દાર્જિલિંગ જશે.