બ્રિટીશ જર્નલ ‘ગ્લોબલ હેલ્થ’માં ચોંકાવનારો ખુલાસો
વિટામીન ‘એ’ની કમીથી બાળકો અંધત્વના શિકાર બની શકે છે, ત્વચા પર ઘાવ ઉભરવા લાગે છે : શારીરિક વિકાસની કમી સહિતની સમસ્યા પેદા થાય છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આપણે જાણીએ છીએ કે વિટામીન એ આપણા શરીર માટે કેટલું મહત્વનું છે, હાલમાં જ એક બ્રિટીશ મેડીકલ જર્નલ ગ્લોબલ હેલ્થમામાં પ્રકાશિત એક સર્વેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે, જેમાં જણાવાયું છે કે ભારતમાં દર પાંચમાંથી બે બાળકો વિટામીન ‘એ’થી વંચિત છે. વર્ષ 2015 થી 2016 દરમિયાન થયેલા સર્વેક્ષણમાં આ જાણકારી બહાર આવી હતી.
6,99,686 મહિલાઓ અને 1,12,122 પુરુષોને સવાલ કરવામાં આવ્યા હતા. જેમાં પૂછવામાં આવ્યું હતું કે 6 મહિનામાં તેમના બાળકોને વિટામીનનો ડોઝ અપાયો હતો કે નહી. પ્રો. ડોકટર કૌસ્તુભ વોરાએ જણાવ્યું હતું કે વિટામીન એની કમી બાળકોમાં સામાન્ય હોય છે. ખાસ કરીને વિકાસશીલ દેશોમાં વધુ જોવા મળે છે. પાંચ વર્ષના લગભગ 30થી35 ટકા બાળકોમાં વિટામીન એની કમી જોવા મળે છે. વિટામીન એની કમીથી શું થાય?: વિશેષજ્ઞોનું કહેવું છે કે વિટામીન એ ની કમીથી આંખ રોશની ઘટી જાય છે. તે બાળકને અંધત્વનો શિકાર બનાવે છે. ત્વચા પર ઘાવ ઉભરવા લાગે છે. એનીમીયા, પેશાબ નળીમાં સંક્રમણ વગેરે પણ થઈ શકે છે. વિટામીન એની કમીના લક્ષણો : વિટામીન એની કમીથી થાક, ત્વચા સંબંધી સમસ્યા, આંખોમાં સોજો-સુકાઈ જવું, શારીરિક વિકાસમાં કમી, હાડકાં નબળા પડવા, દાંતની તકલીફ, રતાંધળાપણું વગેરે થાય છે. તરબૂચમાં વિટામીન એ ખૂબ જ માત્રામાં હોય છે.
જરુરતમંદ બાળકોને વિટામીન એના ડોઝ આપો : ડો. વોરાએ જણાવ્યું હતું કે ભારતમાં લાયક પાંચ બાળકોમાંથી બે બાળકોને વિટામીન એ નો ડોઝ નથી અપાયો. તેમણે જરુરતમંદ બાળકો સુધી વિટામીન એની પહોંચ નિશ્ચિત કરવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે 190 મીલીયન બાળકો વિટામીન-એના ડોઝથી વંચિત છે.