સૌજન્ય: ઑપ ઈન્ડિયા-ગુજરાતી
લોકસભાએ બુધવારે (6 ડિસેમ્બર 2023) જમ્મુ અને કાશ્મીર સાથે સંબંધિત બે મહત્વપૂર્ણ બિલ પસાર કર્યા. તેમના નામ છે- જમ્મુ અને કાશ્ર્મીર આરક્ષણ (સુધારા) બિલ 2023 અને જમ્મુ અને કાશ્ર્મીર પુનર્ગઠન બિલ 2023. બિલ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કાશ્મીર પર દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નહેરુ દ્વારા કરવામાં આવેલી બે ભૂલોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું કે પહેલી ભૂલ એ હતી કે આપણી સેના જીતી રહી હતી અને નહેરુએ યુદ્ધવિરામ આપ્યો હતો. જો આવું ન થયું હોત તો ઙજ્ઞઊં પણ ભારતનો ભાગ હોત. તેમની બીજી ભૂલ જમ્મુ-કાશ્ર્મીરનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જવાની હતી. શાહે કહ્યું કે નહેરુએ શેખ અબ્દુલ્લાને લખેલા પત્રમાં પણ આ ભૂલો સ્વીકારી હતી.
અમિત શાહે કહ્યું, બે મોટી ભૂલો જે પંડિત જવાહર લાલ નહેરુના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન થઈ હતી. તેમના દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને કારણે કાશ્મીરમાં વર્ષો સુધી શાંતિ નહોતી. જ્યારે આપણી સેના જીતી રહી હતી ત્યારે પંજાબ વિસ્તારમાં પહોંચતાની સાથે જ યુદ્ધવિરામ લાદવામાં આવ્યો અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો જન્મ થયો. જો યુદ્ધવિરામમાં ત્રણ દિવસનો વિલંબ થયો હોત તો ઙજ્ઞઊં ભારતનો ભાગ હોત. કાશ્ર્મીર જીત્યા વિના યુદ્ધવિરામ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા અને બીજું, કાશ્ર્મીરનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જવાની મોટી ભૂલ કરી.
બિલ પર ચર્ચા કરતાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે આના દ્વારા વિધાનસભાની બે બેઠકો કાશ્મીરના સ્થળાંતર કરનારાઓ માટે અને એક બેઠક પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાંથી ભારતમાં આવનારા લોકો માટે આરક્ષિત કરવામાં આવશે. તેવી જ રીતે વિધાનસભાની બેઠકોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. જમ્મુમાં પહેલા 37 સીટો હતી, હવે 43 થશે. કાશ્મીરની બેઠકો 46થી વધીને 47 થશે. શાહે કહ્યું, 24 બેઠકો ઙજ્ઞઊં માટે અનામત રાખવામાં આવી છે કારણ કે ઙજ્ઞઊં આપણું છે.
ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રીએ કાશ્મીરી પંડિતોના વિસ્થાપનનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ બિલ તેમને તેમના અધિકારો આપવાનું કામ કરશે. તેમનું પ્રતિનિધિત્વ કરવાનું કામ કરશે. ગૃહમંત્રીએ ચર્ચા દરમિયાન કહ્યું કે જે લોકો પૂછે છે કે કલમ 370 નાબૂદ થયા પછી જમ્મુ અને કાશ્મીરમાં શું બદલાયું છે, તેઓએ જાણવું જોઈએ કે 5 ઓગસ્ટ, 2019 પછી એવા લોકોનો અવાજ સંભળાયો છે જે પહેલા સાંભળવામાં આવ્યો ન હતો.
ગૃહમંત્રીએ કરી આતંકવાદ પર વાત
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, જ્યારે આતંકવાદ શરૂ થયો અને આતંકવાદ દરેકને નિશાન બનાવવા લાગ્યો, ત્યારે મેં ઘણા નેતાઓને મગરના આંસુ વહાવતા જોયા. મેં ઘણા નેતાઓને શબ્દોથી સાંત્વના આપતા જોયા છે, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી એકમાત્ર એવા વ્યક્તિ છે જેમણે પીડિતોના આંસુ લૂછ્યા છે. આતંકવાદ પર બોલતા, ગૃહ પ્રધાને કહ્યું, 1994-2004 વચ્ચે આતંકવાદના 40,164 કેસ નોંધાયા હતા. 2004-2014 વચ્ચે 7217 કેસ નોંધાયા હતા. 2014-23 વચ્ચે આતંકવાદના કેસોમાં 70%નો ઘટાડો થયો છે. એટલા માટે મેં કહ્યું કે કલમ 370 આતંકવાદ અને અલગતાવાદના મૂળમાં છે.