આર્યન ખાને તેના પિતા શાહરૂખ ખાન સાથે એક એડ શૂટ કરી છે. વેબસાઈટ લોન્ચ કર્યા પછી પ્રોડક્ટની ડિટેઈલ પણ સામે આવી છે, જે જોઈને લોકો દંગ રહી ગયા છે.
આર્યન ખાને તેના પિતા શાહરૂખ ખાન સાથે એક એડ શૂટ કરી છે. કપડાની બ્રાન્ડ Dyavol માટે એડ શૂટ કરી છે. આ ફોટો શૂટ સમયે આર્યન ખાન ખુશ અને કોન્ફિડેન્ટ જોવા મળ્યા હતા. ગયા વર્ષે આર્યને આ બ્રાન્ડ વિશે જાહેરાત કરી હતી અને વેબસાઈટ પણ લોન્ચ કરી છે. વેબસાઈટ લોન્ચ કર્યા પછી પ્રોડક્ટની ડિટેઈલ પણ સામે આવી છે, જે જોઈને લોકો દંગ રહી ગયા છે.
- Advertisement -
આ વેબસાઈટ પર ખૂબ જ મોંઘા કપડા છે, જે ખરીદવા માટે તમારે ખૂબ જ વિચારવું પડે. આ સાઈટ પર હુડીની 45,500 રૂપિયા કિંમત છે. એક વ્હાઈટ શર્ટની કિંમત 24,400 રૂપિયા છે. આર્યન ખાને જે સ્વેટશર્ટ પહેર્યો છે, તે મામૂલી સ્વેટશર્ટ નથી, તેની કિંમત 36,200 રૂપિયા છે. ટીશર્ટ અને સ્વેટશર્ટની આટલી કિંમત છે, તો શાહરૂખ ખાને પહેરેલા જેકેટની કિંમત કેટલી હશે?
શાહરૂખ ખાને જે જેકેટ પહેર્યું છે, તે જેકેટ સસ્તુ નથી. આ જેકેટની કિંમત એટલી છે કે, તેટલી કિંમતમાં ઘણું બધું ખરીદી શકાય. શાહરૂખ ખાનના આ બ્લેક લેધર જેકેટનું નામ સિગ્નેચર એક્સ છે, તેના પર એક્સનું સાઈન પણ બનેલ છે. જેની કિંમત 2,00,555 છે. ફેન્સ આ બ્રાન્ડના કપડાં જોઈને દંગ રહી ગયા છે.
ફેન્સ આ વેબસાઈટ પર ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે. આ વેબસાઈટ પર કંજેશન એટલું વધી ગયું છે કે, તે વચ્ચે બંધ થઈ ગઈ હતી અને ફરી રન થવા લાગી હતી. કપડાંની કિંમત જોઈને લોકો રિએક્શન અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે.
- Advertisement -
‘કિડની વેચીને પણ કપડાં નહીં ખરીદી શકાય’
એક વ્યક્તિએ કમેન્ટ કરી હતી કે, ખાન સાબ, હું મારી એક કિડની વેચીશ તો પણ આ કપડાં નહીં ખરીદી શકું. મારે મારી બે કિડની વેચવી પડશે. બીજી વ્યક્તિએ કમેન્ટ કરી કે, ‘પ્રાઈસ જોઈને મારું દિમાગ ચકરાવે ચડી ગયું. એક મિડલ ક્લાસ વ્યક્તિ ક્યારેય પણ આ કિંમત અફોર્ડ નહીં કરી શકે છે. હું એક કલાકથી પેજ રિફ્રેશ કરી રહ્યો હતો, મારું નસીબ જ ખરાબ છે.’