સરકારના વિશ્ર્વાસ પ્રોજેકટ કેમેરા લોકો માટે આશીર્વાદ સમાન
રાજ્ય ડીજીપી હસ્તે બે વર્ષમાં 12 એવોર્ડથી સન્માનિત: રેંજ આઇજી, એસપીના માગદર્શનમાં પીએસઆઇ મશરૂની ગુનેગારો પર બાજ નઝર: છેલ્લા બે વર્ષમાં 744 કેસમાં નેત્રમ શાખા મદદરૂપ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્ય સરકાર દ્વારા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત જૂનાગઢ શહેરમાં સીસીટીવી કેમેરાના માધ્યમથી જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાંજડીયા અને પોલીસ અધિક્ષક હર્ષદ મેહતાના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના પીએસઆઇ પ્રતીક મશરૂ અને તેની ટીમ સાથે તમામ પોલીસ અધિકરી દ્વારા ગુનેગારો પર બાજ નજર રાખવામાં આવેછે અને ગુનાખોરીનું પ્રમાણ ઘટે અને સીસીટીવી કેમરાના માધ્યમથી ગુનેગારોના મૂળ સુધી પોહચી કડક સજા મળે તેવા પ્રયાસો સાથે અનેક ગુના ડીટેક કરવામાં સફળતા મળી છે.
જૂનાગઢ નેત્રમ શાખાની સફળ અને સુંદર કામગીરીના લીધે રાજ્યના ડીજીપી દ્વારા અત્યાર સુધી કુલ 12 એવોર્ડ પ્રાપ્ત થયા છે રાજ્યના તમામ જિલ્લાઓની કામગીરી કરતા જૂનાગઢ જિલ્લાની શ્રેષ્ઠ કામગીરી જોતા રાજ્યના ડીજીપી દ્વારા જૂનાગઢ નેત્રમ શાખા પીએસઆઇ પ્રતીક મશરૂ અને તેની સમગ્ર ટીમને શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે જે જૂનાગઢ પોલીસ પરિવાર માટે ગૌરવ ની વાત છે જૂનાગઢ શહેરમાં વિશ્ર્વાસ પ્રોજેકટ અંતર્ગત કુલ 285 સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે. પીએસઆઇ પી.એચ.મશરૂ સાથે 20 પોલીસ કર્મચારીની ટીમ સીસીટીવી કેમેરા દ્વારા 24-47 મોનીટરીંગ કરી શહેરમાં બનતા બનાવનો ભેદ ઉકેલાવમાં કોઇની ખોવાયેલી ભુલાયેલી કિંમતી વસ્તુ, દાગીના વિગેરે શોધવામાં મમદરૂપ થાય છે. છેલ્લા બે વર્ષમાં પોતાના ઘરેથી પરિવારથી નારાજ થઇ અને કોઇને જાણ કર્યા વિના જતા રહેલા 105 વ્યક્તિઓને શોધી પરિવાર સાથે મિલન કરાવેલ છે જે મળી કુલ 700થી વધારે નાના મોટા બનાવના ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે. તેમજ કોઇના ખોવાયેલ ભુલાયેલ વિગેરે મળી કુલ 2,40,58,572નો મુદ્દામાલ લોકોને શોધી પર અપાવેલ છે. વર્ષ 2019માં ઓલ ઇન્ડિયામાંથી ફકત 50 પોલીસ અધિકારીને નેશનલ એવોર્ડ એનાયત કરવામાં આવેલ જે પૈકી ગુજરાતમાંથી ફક્ત 3 પોલીસ અધિકારીશ્રીઓને એવોર્ડ એનાયત કરવામાં આવેલ જે 3 અધિકારી પૈકી 1 અધિકારી પીએસઆઇ પ્રતિક મશરૂની પસંદગી થયેલ અને તે વખતના કેન્દ્રીય ગૃહ સચિવશ્રી રાજીવ ગૌબાના હસ્તે એવોર્ડ મેળવી જૂનાગઢ પોલીસ પરિવારનું ગૌરવ વધાર્યુ હતુ.વર્ષ 2021ના ફેબ્રુઆરી માસમાં ડબલ મર્ડરના કેસમાં કરેલ ઇન્વેસ્ટીગેશન માટે ઇ-કોપ એવોર્ડથી ડીજીપી દ્વારા સન્માનીત કરવામાં આવેલ માહે ફેબુ્રઆરી-2023માં પણ અરજદારોને રૂા.1,01,500ના ખોવાયેલ માલ મિલક શોધી તે જ દિવસે અરજદારોને પર કરવા માટે ઇ-કોપ એવોર્ડથી માન.ડીજીપી દ્વારા સન્માનિત કરવામાં આવેલ.
હાલમાં પીએસઆઇ પ્રતિક મશરૂ નેત્રમ શાખાના ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવે છે જેમાં સીસીટીવી કેમેરાનો મહત્ત્મ ઉપયોગ કરી ગુજરાત રાજયમાં સૌથી વધુ ગુન્હા ડીટેકટ કરવા માટે જૂનાગઢ નેત્રમ શાખાને વર્ષ 2021ના ત્રણ કવાર્ટરમાં, વર્ષ 2022ના ચારેય કવાર્ટરમાં તથા વર્ષ 2023ના પ્રથમ કવાર્ટરમાં સમગ્ર રાજયમાં સસત 8 વખત પ્રથમ સ્થાન મેળવેલ અને બે વખત ઇ ચલણની કામગીરીમાં એમપીએસઆઇ પ્રતિક મશરૂ અને તેમની સમગ્ર ટીમને ડીજીપી દ્વારા 12 વાખ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવેલ. રાજય ડીજીપી દ્વારા છેલ્લા બે વર્ષમાં 12 વખત એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવેલ છે.
એપ્રિલ/2021 થી જુન 2023 સુધી કરેલ કામગીરીની વિગત
ક્રમ કામગીરીની વિગત કેસ રકમ
- Advertisement -
1 હિટ એન્ડ રન 109 –
2 ગુમ વ્યક્તિ 105 –
3 ગુમ થયેલ મોબાઇલ, સોનાના દાગીના, અન્ય વસ્તુ 129 42,35,800
4 લૂંટ 12 09,09,086
5 સ્નેચીંગ 05 03,56,248
6 ચોરી 191 1,78,30,998
7 ફ્રોડમાં ગુમાવેલ નાણાં પરત અપાવ્યા 143 7,32,440
અન્ય 50 –
કુલ 744 –