મહાપાલિકાના જનરલ બોર્ડમાં ફરીથી શિક્ષણ સંસ્થાઓના પ્રશ્નો ગાજશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલીકાનું જનરલ બોર્ડ આગામી તા- 19 ના રોજ મળવાનું છે. સામાન્ય સભાની પ્રશ્નોતરીમાં પહેલો પ્રશ્ન આમ આદમી પાર્ટીના વશરામ સાગઠીયા અને પાંચમો પ્રશ્ન કોમલ ભારાઇનો છે. જયારે વિરોધપક્ષના ભાનુ સોરાણીનો ચોથો પ્રશ્ન છે. અને આમ કુલ 28 પ્રશ્નો મુદે જનરલ બોર્ડમાં ચર્ચા કરવામાં આવશે.
- Advertisement -
મનપાની આગામી જનરલ બોર્ડમાં વિવિધ વિકાસના કામ અને અન્ય પ્રશ્નોને લઇને પૂછવામાં આવેલા સવાલોમાં મહત્વપૂર્ણ કહી શકાય તેમાં રાજકોટ મનપા સંચાલીત કેટલી શાળા- કોલેજો રાજકોટમાં ચાલુ છે? કોર્પોરેશન સંચાલીત સ્કૂલો પ્રાઇવેટ જગ્યા પર છે કે કેમ? તે સહિતના શિક્ષણ સંસ્થાઓને લગતા પ્રશ્નો ફરીથી જનરલ બોર્ડમાં ગુંજી ઉઠશે.
આ ઉપરાંત કેમલ ભારાઇનો પ્રશ્ન રહેશે કે રાજકોટમાં સામાજીક, ધાર્મિક કે રાજકીય કાર્યક્રમોની જાહેરાત કરતા બેનરો લગાવવા માટેની સંપૂર્ણ વિગતો આપવી અને તેના નિયત ચાર્જની રકમ કેટલી? તથા રાજકોટમાં તા.1/7/21થી 30/6/22 સુધીમાં મેટલ રોડ તેમજ પેવર રોડ તેમજ સિમેન્ટ રોડના કેટલા કામો મંજુર થયા તે કામોની ટેન્ડરની શરતો તેમજ કામ પૂર્ણ થયા કે કેમ તે કામોમાં ટેન્ડરની શરતોનો ભંગ થયો હોય તો કોન્ટ્રાક્ટ સામે કોઇ કાર્યવાહી થઇ કે કેમ તેની સંપૂર્ણ વિગતો અંગેની પ્રશ્નોતરી કોમલ ભારાઇ કરશે તથા વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી છેલ્લા 3 વર્ષમાં જનભાગીદારી હેઠળ રોડ, ડ્રેનેજ અને ડી.આઇ. લાઇનના કેટલા કામ થયા તે તમામ કામના લોકેશન, પુરા નામ, ખર્ચ સહિતની વિગતો આપવી, હાલ કેટલા કામ ચાલુ છે તે અંગે ભાજપના કોર્પોરેટરોને ભીડવશે. આ ઉપરાંત વોર્ડ નં.7ના કોર્પોરેટર દેવાંગ માંકડ રાજકોટ મહાનગરપાલિકા હસ્તક કોટલી સીટી બસો હાલ કાર્યરત છે? છેલ્લા 6 માસમાં કેટલા શહેરીજનોએ તેનો લાભ લીધો અને મનપા હસ્તકની વોટસઅપ દ્વારા છેલ્લા 3 માસમાં કુલ કેટલી પ્રશ્નોતરી કરશે. આમ, ટોટલ 28 પ્રશ્નો જનરલ બોર્ડની પ્રશ્નોતરીમાં મુકવામાં આવશે. જેમાંથી ભાજપના 10 કોર્પોરેટરોના 20 પ્રશ્નો કોગ્રેંસના 1 કોર્પોરેટરના 3 પ્રશ્નો અને આપના 2 સભ્યોના 5 પ્રશ્નો આમ કુલ 28 પ્રશ્નો અંગે ચર્ચા કરાશે.