જિલ્લા કલેક્ટરનો દરોડો: કુલ રૂ.4.94 લાખનો જથ્થો ઝડપાયો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
- Advertisement -
જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાને મળેલી બાતમી તથા આ બાબતની ગંભીરતા ધ્યાને લઇ સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ, ઉના, જિલ્લા પુરવઠા અધિકારી, ગીર સોમનાથ તથા મામલતદાર, ઉનાની સંયુક્ત ટીમ બનાવી રેઇડ પડવાની સૂચના આપતા અધિક કલેકટર શ્રી રાજેશ આલનાં માર્ગદર્શન હેઠળ લૂઝ ચોખા, ફોર્ટિફાઇડ ચોખ્ખા સહિત 60 કિ.ગ્રા. ની ભરતીના એક એવા કુલ -194 કટ્ટા, બાલશક્તિના 17 પેકેટ, રોયલ સ્ટેગ અને પ્રિન્સ જોન્સ બ્રાન્ડની 1,353 બોટલ રેઇડ દરમ્યાન મળી આવી હતી.
આ સમગ્ર જથ્થો અમરેલી જિલ્લાના ખાંભાના યોગેશગીરી લક્ષ્મણગીરી ગોસ્વામીનું હોવાનું તપાસમાં પડ્યું હતું.
આ સમગ્ર મુદ્દામાલની કિંમત રૂ. 4.34 લાખ થવા જાય છે. આ બધી માલમત્તા મળી આવ્યા બાદ કલેક્ટરની સૂચના મુજબ ઉનાના પ્રાંત અધિકારીએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-41 હેઠળ આગળની તપાસ માટેની સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે વધુ તપાસ ઉના પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવી છે. જિલ્લામાં પ્રથમવાર કલેકટરની રેડમાં દારૂ પકડાતાં સમગ્ર જિલ્લામાં ફફડાટ ફેલાયો છે.