સામાન્ય મુસાફરની જેમ મુસાફરી કરી
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
- Advertisement -
ગુજરાતમાં એસ.ટી.વિભાગ દ્વારા ખખડધજ એસટી બસ હવે દૂર કરી મુસાફરો માટે નવી બસની સુવિધા મળે તે માટે સરકાર દ્વારા સતત એસટી બસો ફાળવવામા આવી રહી છે. ત્યારે અમરેલી જિલ્લામાં અગાવ 24 એસટી બસો ફાળવવામાં આવી હતી. ત્યારે ફરી અમરેલીને 19 એસટી બસો ફાળવવામાં આવી છે. રાજય સરકારના મંત્રી કૌશિક વેકરીયાના વરદહસ્તે 19 નવી એસટી બસનું લોકાર્પણ કરી લીલીઝંડી આપવામાં આવી હતી.
બાદ મંત્રી કૌશિક વેકરીયા પ્રથમ નવી બસમાં સામાન્ય મુસાફરની જેમ મુસાફરી કરી હતી. આ સાથે અમરેલી શહેરમાં બસમાં બેસી આગેવાનો પણ બેસીને મુસાફરી કરી હતી. રાજય સરકારનો કૌશિક વેકરીયાએ આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે જીલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, એસટી વિભાગના અધિકારીઓ તેમજ ભાજપના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.



