બજરંગ ગાંઠિયા, ભજીયા પેઢીની તપાસ કરતા પેઢીને ચોખ્ખાઈ અને લાયસન્સ બાબતે નોટિસ અપાઈ
રાજકોટ મનપાની ફૂડ શાખા ત્રાટકી: અમૃત સરિયા પંજાબી, ચાઇનીઝ પેઢીના વાસી મન્ચુરિયન, ચટણી તથા દાળનો સ્થળ પર નાશ કરાયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં સ્વચ્છતા અને ખાદ્ય ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે સર્વેલન્સ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન બે રેસ્ટોરન્ટમાંથી મોટી માત્રામાં વાસી અને અખાદ્ય ખાદ્યસામગ્રી મળી આવતા તેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો અને સંબંધિત પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી હતી.
1. રવિ રેસ્ટોરેન્ટ (150 રિંગ રોડ, અયોધ્યા ચોક)માં તપાસ દરમિયાન અહીંથી સંગ્રહ કરેલ વાસી મંચુરિયન, પાસ્તા, બાફેલા શાકભાજી, સલાડ તથા પનીર મળી આવ્યા હતા. કુલ 19 કિ.ગ્રા. અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી.
2. અમૃત સરિયા પંજાબી ચાઇનીઝ (યુનિ. રોડ, વોકહાર્ટ હોસ્પિટલ પાછળ) અહીંથી સંગ્રહ કરેલ વાસી મંચુરિયન, ચટણી તથા દાળ મળી આવ્યા હતા. કુલ 08 કિ.ગ્રા. અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.
ફૂડ વિભાગની ટીમે ઋજઠ વાન સાથે શહેરના મંગળા મેઇન રોડ તથા ભક્તિનગર હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલ ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 35 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરી હતી. આ પૈકી 12 ધંધાર્થીઓને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. ખાદ્ય ચીજોના કુલ 30 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત, 23 અન્ય ધંધાર્થીઓ (શુભમ જનરલ કોલ્ડ્રિંક્સ, નવરંગ મસાલા મીલ, પટેલ આઈસક્રીમ, જનતા બેકરી, અરિહંત નમકીન, છ.ઊં શોપિંગ પોઈન્ટ, ગાયત્રી જનરલ સ્ટોર્સ, પાલજી સોડા શોપ, રાજસ્થાની ભૂંગળા બટેટા, શિવ લાઈવ ઘૂઘરા, પનીર ચુરમા, પટેલ દાબેલી, જયદીપ વડાપાઉં, પટેલ વડાપાઉં, બોમ્બે પીઝા ફાસ્ટફૂટ, રાજુભાઈ પાણીપુરીવાળા, બાલાજી વડાપાઉં, કુલડ પીઝા, શિવ બર્ગર સેન્ડવિચ, અનમોલ ઘૂઘરા, રામ ચાઇનીઝ, જલારામ પાણીપુરી, બાલાજી ચાઇનીઝ)ની પણ ચકાસણી કરવામાં આવી હતી.
લાઇસન્સ બાબતે સૂચના અપાયેલા 12 ધંધાર્થીઓ:
જલારામ નમકીન
અંજલી પાન કોલ્ડ્રિંક્સ
જલારામ પ્રોવિઝન સ્ટોર્સ
ઠાકર ફાસ્ટફૂડ
જરીયા પાન કોલ્ડ્રિંક્સ
ઉમિયાજી ફરસાણ
નાથજી ગાંઠિયા હાઉસ
સાંઈનાથ ઘૂઘરા
મુન્ના કરિયાણા ભંડાર
રૂપારેલીયા નમકીન
કૃષ્ણ ફરસાણ હાઉસ
આશાપુરા રસ ડીપો
- Advertisement -
નમૂનાની કામગીરી
ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ બે નમૂના લેવામાં આવ્યા હતા:
ગાંઠિયાનો સંભારો (લુઝ): સ્થળ – બજરંગ ગાંઠિયા ભજીયા, વાગડ ચોકડી, મવડી, રાજકોટ.
મીઠી ચટણી (લુઝ): સ્થળ – બજરંગ ગાંઠિયા ભજીયા, વાગડ ચોકડી, મવડી, રાજકોટ.



