ઉત્તરકાશી હિમપ્રપાત દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 19 લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 10 લોકો હજુ પણ લાપતા છે. તમને જણાવી દઈએ કે, રેસ્ક્યુ ઓપરેશન 70 કલાકથી ચાલી રહ્યું છે.
ઉત્તરકાશી હિમપ્રપાત (Uttarkashi Avalanche) દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 19 લોકોના મોત થયા છે, જ્યારે 10 લોકો હજુ પણ લાપતા છે. તમને જણાવી દઈએ કે, 70 કલાકથી રેસ્ક્યૂ ઓપરેશન (Rescue Operation) ચાલી રહ્યું છે પરંતુ ખરાબ હવામાનને કારણે રેસ્ક્યુ ઓપરેશન વચ્ચે-વચ્ચે રોકવું પડ્યું હતું. આ ઘટના દ્રૌપદીના દાંડા શિખર પર હિમપ્રપાત બાદ બની છે.
- Advertisement -
#UPDATE Uttarkashi avalanche | A total of 19 bodies have been recovered from the crevice. Efforts will be made to bring the bodies to Matli helipad by Advanced Light Helicopter today. Total 30 rescue teams deployed: Uttarakhand DGP Ashok Kumar
(File photo) pic.twitter.com/o2bknqymnt
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 7, 2022
- Advertisement -
અત્યાર સુધીમાં 19 મૃતદેહો મળી આવ્યા
ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે કહ્યું કે, ઉત્તરકાશી હિમસ્ખલન બાદ અત્યાર સુધીમાં કુલ 19 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. શુક્રવારે અપગ્રેડેડ હેલિકોપ્ટર દ્વારા મૃતદેહોને માતાલી હેલિપેડ સુધી લાવવાના પ્રયાસો કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, કુલ 30 બચાવ ટીમો સ્થળ પર તૈનાત છે. આ સાથે શુક્રવારે પણ હવામાન રેસ્ક્યૂ ઓપરેશનમાં અડચણ ઉભી કરી શકે છે, કારણ કે ઉત્તરકાશીમાં આજે પણ વાદળછાયું વાતાવરણ છે. જ્યારો 10 ટ્રેકર તાલીમાર્થીઓ હજુ પણ લાપતા છે અને અત્યાર સુધીમાં 19 મૃતદેહો મળી આવ્યા છે.
ટીમો સતત કરી રહી છે રાહત અને બચાવ કામગીરી
જણાવી દઈએ કે, ઉત્તરકાશી હિમપ્રપાત દુર્ઘટનામાં ગુરુવારથી હાઈ એલ્ટિટ્યુડ વૉર ફેર સ્કૂલ ગુલમર્ગની ટીમ પણ બચાવ કામગીરીમાં લાગી ગઈ છે. આ ટીમ પણ હિમપ્રપાતમાં ફસાયેલા લોકોને બચાવી રહી છે. ટીમના 15 લોકો પહેલાથી જ ઉત્તરકાશી પહોંચી ગયા હતા. આ ટીમ સેનાને પણ ગ્લેશિયરમાં રક્ષા કેવી રીતે કરવી તેની તાલીમ આપે છે.
Uttarkashi avalanche | Preparations are being made at Matli helipad in Uttarkashi to start the rescue operation
As per Uttarakhand DGP, a total of 19 bodies have been recovered from the crevice. pic.twitter.com/uE7Pb70euR
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 7, 2022
16000 ફૂટની ઉંચાઈ પર તૈયાર કરાયું હેલિકોપ્ટર લેન્ડિંગ ગ્રાઉન્ડ
હાઈ એલ્ટિટ્યુડ વૉર ફેર સ્કૂલની ટીમની સાથે ITBP, SDRF, NIS અને NDRF બચાવ કામગીરી કરી રહી છે. હવે રેસ્ક્યૂ માટે 16000 ફૂટની ઉંચાઈ પર પર એક અદ્યતન હેલિકોપ્ટર લેન્ડિંગ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, આ ઘટના મંગળવારે બની હતી. ત્યારથી બચાવ કામગીરી સતત ચાલી રહી છે.
નોંધનીય છે કે, ઉત્તરાખંડમાં બદલાયેલ હવામાન વચ્ચે પહાડો પર હિમવર્ષા થઈ હતી. આ દરમિયાન ઉત્તરકાશી સ્થિત નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગ (NIM)ના 29 તાલીમાર્થીઓ દ્રૌપદીના દાંડામાં હિમસ્ખલન થતાં બરફમાં ફસાઈ ગયા હતા. આ દુર્ઘટના બાદ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે વાત કરી છે અને બચાવ કામગીરી માટે સેનાની મદદ માંગી હતી.