જૂનાગઢ શહેર ટ્રાફિક શાખાની ખાસ ઝુંબેશ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
- Advertisement -
જૂનાગઢમાં પોલીસે 30 દિવસમાં 19 બુલેટ બાઈક ડિટેઇન કર્યા હતા જેના પગલે આરટીઓ દ્વારા1.35 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાના માર્ગદર્શનમાં શહેર ટ્રાફિક શાખાના પી.આઈ બી. બી. કોળી દ્વારા શહેરમાં વાહન ચેકિંગ, ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કર્યું હતું. એપ્રિલ માસમાં મોડીફાઇ સાઇલેન્સરવાળા 19 બુલેટ બાઈક 1988ની કલમ 207 મુજબ ડિટેઇન કરવામાં આવ્યા હતા. જેના પગલે આરટીઓ કચેરી દ્વારા રૂપિયા 1,35,400નો દંડ વસૂલવામાં આવ્યો હતો. પીઆઈ કોળીએ જણાવ્યું કે, ડિટેઇન કરાયેલ તમામ બુલેટ બાઈકમાંથી મોડીફાઇ સાઇલેન્સર નીકાળવામાં આવેલ છે. અને આગામી સમયમાં શહેર ટ્રાફિક શાખા દ્વારા તમામ મોડીફાઈ સાઇલેન્સરનો નાશ કરાશે. ધૂમ સ્ટાઇલથી ચાલવતા લોકો સામે ટ્રાફિક શાખાએ ખાસ ઝુંબેશ શરુ કરી છે.અને જે બુલેટના સાઇલેન્સરમાંથી હવા નીકળે છે તેની હવા કાઢી નાખતી ટ્રાફિક પોલીસ.