હાઉસ ટેક્સમાં વ્યાજ માફીની યોજનાની મુદત 1 મહિનો વધારાઇ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતીની બેઠક મળી હતી. ચેરમેન હરેશભાઇ પણસારાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં શહેરના વિવિધ 19.17 કરોડના વિકાસ કામોને મંજૂરીની મહોર મારવામાં આવી હતી. આમાં ખાસ કરીને ભવનાથમાં તમામ થાંભલા પરથી ભક્તિ સંગીતના સૂર રેલાય તેવું આયોજન કરાયું છે. આ માટે ડિવાઇડર વિજપોલ પર સ્પિકર લગાવાશે. આ માટે લોક ભાગીદારીથી 4.68 કરોડના ખર્ચે આ કામગીરી કરવામાં આવનાર છે.આ ઉપરાંત હાઉસ ટેક્ષમાં વ્યાજ માફીની યોજનાની મુદ્દત 1 મહિનો વધારાઇ છે. મનપાના તમામ કર્મચારીઓને વિમા કવચ અપાશે. સાથે 10 વર્ષનો રોડમેપ તૈયાર કરવા તેમજ અમૃત 2.0 સ્વચ્છ ભારત મિશન જેવા કેન્દ્રિય આયોજનો માટે આશરે 3.97 કરોડના ખર્ચે ક્ધસલ્ટન્સી એજન્સીને રોકી તેમને કામ સોંપાશે.
- Advertisement -
સાથે વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે 2.6 કરોડના ખર્ચે ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયાને પણ સ્થાયી સમિતીએ મંજુરીની મહોર મારી છે. તેમજ હયાત બોરમાં વરસાદી પાણી રિચાર્જ માટે 2.60 કરોડ, ખામધ્રોળ 66 કેવીમાં સીસીરોડ, પેવર બ્લોક માટે 18 લાખ, વોર્ડ નંબર 12માં સિવીલ કામોનું રિપેરીંગ,નવા કામો,આરસીસી પાઇપ,ગટર વગેરે કામો માટે 58.80 લાખ, વોર્ડ નંબર 11માં સીસીરોડ માટે 28.34 લાખ, વોર્ડ નંબર 7માં વિવિધ કામો માટે 55.38 લાખ, વોર્ડ નંબર 6માં વિવિધ કામો માટે 55.38 લાખ, વોર્ડ નંબર 11માં સીસીરોડ માટે 13.57 લાખ, વોર્ડ નંબર 5માં વિવિધ કામો માટે 58.20 લાખ, વોર્ડ નંબર 11માં સિવીલના નવા કામો, રિપેરીંગ, આરસીસી પાઇપ,ગટર માટે 59.34 લાખ,જ્યારે વોટર સપ્લાઇ માટેના કામો માટે 1.41 કરોડના કામો, વોર્ડ નંબર 9માં બોર, ઇલેકટ્રિક મોટર માટે2.41 લાખ વગેરે વિકાસ કામોને મંજૂર કરાયા છે.