દેશમાં ખેડૂતો કરશે રેલ્વે ટ્રેક પર વિરોધ પ્રદર્શન
ખાસ-ખબર સંવાદદાતા
લખીમપુર ખેરી મામલે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાને બરખાસ્ત કરવાની માંગ સાથે ખેડૂતો હવે આંકરા પાણીએ છે. ગુરુવારે એક કાર્યક્રમ દરમિયાન ભારતીય કિસાન યૂનિયનના પ્રવકતા રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે ખેડૂતો 18 ઓકટોબરે દેશભરમાં 6 કલાક માટે રેલ રોકો આંદોલન કરશે. ખેડૂતોએ મંત્રી મિશ્રા પર ષડયત્રં રચવાનો આરોપ પણ લગાવ્યો હતો.
ગુવારે સંયુકત કિસાન મોરચાએ જણાવ્યું હતું કે 18 ઓકટોબરે ’દરેક જિલ્લાના’ ખેડૂતો રેલ્વે ટ્રેક પર જશે અને વિરોધ કરશે. અલીગઢમાં આયોજિત એક કાર્યક્રમમાં ટિકૈતે કહ્યું કે, ’સોમવારે સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી આંદોલનકારીઓ દેશભરમાં ટ્રેન રોકી દેશે.’ ખેડૂત નેતાએ જણાવ્યું હતું કે દરેક જિલ્લાના ખેડૂતો તેમની નજીકના રેલવે ટ્રેક બધં કરશે.
તેમણે કહ્યું હતું કે, ” મિશ્રા પર ગુનાહિતતાનો આરોપ છે, પરંતુ તેમને પદ છોડવાનું કહેવામાં આવ્યું નથી. તેમના પુત્રની ધરપકડ કરવામાં આવી છે, તેવામાં જો તે પદ પર રહેશે તો અમને ન્યાય નહીં મળે. આવી સ્થિતિમાં જો તેમને હટાવવામાં નહીં આવે તો અમે ’રેલ રોકો’ આંદોલન સાથે આગળ વધીશું. અન્ય ખેડૂત નેતાએ માહિતી આપી હતી કે રેલ રોકો માટેની તૈયારીઓ શ થઈ ગઈ છે.
- Advertisement -
બીકેયુના મહામંત્રી જગમોહન સિંહે કહ્યું હતું કે, પંજાબમાં અમે ઘેરાબંધી માટે 36 સ્થળો શોર્ટલીસ્ટ કર્યા છે. અમે સુનિશ્ચિત કરીશું કે ત્યાંથી કોઈ પણ રાયની ટ્રેન પસાર ન થાય. મથુરાના જિલ્લા અધ્યક્ષ રાજ કુમાર તોમરે જણાવ્યું હતું કે, ’600 લોકોને રયા સ્ટેશન પર અને લગભગ 400 લોકોને મથુરા જંકશન પર ભેગા થવા માટે કહેવામાં આવ્યું છે. જિલ્લા કક્ષાની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.



