કેશોદ 181 મહિલા હેલ્પલાઈન દ્વારા મહિલાઓને મળ્યું મહેનતાણું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
માંગરોળ તાલુકામાં કારખાનામાં મજૂરી કામ કરીને પોતાના પરિવારનુ ભરણપોષણ માટે મહિલાઓ કામગીરી કરવા મજબૂર બની રહી છે જ્યારે ઘણા કારખાનામાં મજૂરી કામ કરીને મહેનતાણું આપવામાં માલિક દ્વારા વાદ વિવાદ કરી મહેનતાણું ઓછું આપવું અથવા ના આપવું અને કારખાનામાં મજૂરી ના આપી છુટા કરી દેવામાં આવે છે આવી એક ઘટના માંગરોળ તાલુકાના એક એન્ટરપ્રાઇઝ માં સામે આવી હતી.
- Advertisement -
કારખાનામાં મજૂરી કામ કરતી મહિલાઓના મજૂરીકામના રુ.ત્રીસેક હજાર મહેનતાણું નિકળતા કારખાનાના માલિક દ્વારા મંદીના કારણે પૈસા નથી એવું કહી મહિલાઓને છુટા કરી દેવામાં આવ્યા અને જ્યારે મહિલાઓ મહેનતાણું લેવા માલિક પાસે આવે ત્યારે માલિક મંદિના રટણ કરતાં અને મહેનતાણું આપતા ન હતા તેથી મહિલાઓ મહેનતાણું મેળવવા 181 મહિલા હેલ્પલાઇન ટીમની મદદ માંગી હતી. કેશોદ 181 કાઉન્સેલર ડાયબેન માવદીયા ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને મહિલાઓ સમગ્ર કામગીરી વિશે જણાવ્યું હતું. કારખાનાના માલિકનું કાઉન્સેલિગ કરી સમગ્ર હકીકત વર્ણવી હતી અને મહિલાઓનું મહેનતાણું ત્રીસેક હજાર બાકી નિકળતા હોય તેથી કાયદાકીય માહિતી આપી સમજાવ્યું હતું. કારખાનાના માલિકે ચર્ચાના અંતે મહિલાઓને બાકી નિકળતુ મહેનતાણું તુરંત ઘટના સ્થળે આપ્યુ હતુ.આમ કેશોદ 181 ટીમ દ્વારા મહિલાઓને હકનું મહેનતાણું મળતા ખુશીનો માહોલ સર્જાયો હતો.