દરરોજ પીછો કરતા યુવકથી પરેશાન યુવતીએ અભયમની મદદ લીધી
યુવકે હવે પછી આવું ક્યારેય પણ નહિ કરું તેવુ માફીપત્ર લખી આપ્યુ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.30
ઉના સીટીમાંથી એક યુવતીનો 181 માં કોલ આવેલ કે એક છોકરો દરરોજ મારો પીછો કરે છે. જેથી હું માનસિક રીતે ખૂબ ડિસ્ટર્બ થાવ છું. તેથી તમારી મદદની જરૂર છે, જેથી અભયમ આ યુવકને પાઠ ભણાવ્યો હતો.યુવકે હવે પછી આવું ક્યારેય પણ નહિ કરું તેવુ માફીપત્ર લખી આપ્યુ હતુ.
યુવતીની રજુઆત બાદ અભયના કાઉન્સેલર મનિષા ધોળીયા, કોન્સ્ટેબલ સોનલબેન ખાણીયા અને પાયલોટ બચુભાઈ યુવતીએ જણાવેલા સ્થળ પર પહોંચ્યા. પીડિતાને મળ્યા તેનું કાઉન્સેલિંગ કરેલ. તો જણાવેલ કે અમે રોજ 3 યુવતીઓ બસમાં દરરોજ અપડાઉન કરીએ છીએ. કલાસીસ કરવા જઈએ ત્યાં જ તે યુવકની દુકાન છે. અમે લોકો જ્યારે નીકળીએ ત્યારે અમારો પીછો કરે છે. બસ સ્ટેશન સુધી પાછળ આવે છે. વોશરૂમ જઈએ તો ત્યાં પણ પાછળ આવે છે. અને ખરાબ નજરથી જોતો હોય છે હું કેટલા દિવસ માનસિક રીતે પરેશાન રહું છું. યુવતી તે યુવકની જયાં દુકાન હતી ત્યાં લઈ ગયા તે યુવક હાજર હતો. અભયમની ટીમે તેને જણાવેલ કે કોઈ પણ મહિલાનો પીછો કરવો તેને ખરાબ નજર થી જોવા તે કાયદાકીય ગુનો બની જાય છે. તેને કાયદાનું ભાન કરાવ્યું હતુ. જેથી તેણે યુવતીની માફી માંગી અને તે યુવતીને માફીપત્ર લખીને આપેલ કે હવે પછી આવું ક્યારેય પણ નહિ કરું. જેથી યુવતીને આગળ કોઈ કાર્યવાહી કરવી ના હતી. દીકરીઓએ નીડર થઈને રહેવું જોઈએ, ડરી ને નહિ. યુવતીએ પણ આ પ્રકારના શખસો સામે ફરિયાદ કરવા આગળ આવવુ જોઈએ. જેથી આ શખસોને કાયદાના પાઠ ભણાવી શકાય. આ યુવતીએ અભયમ ટીમની કામગીરીને બિરદાવી હતી.