ચંદ્રપ્રભા ડેવલોપર્સના માલિક વજુભાઈએ વકીલો મારફત ખોટી રીતે જમીન પર ગેરકાયદે હક્ક જમાવ્યો
સ્વાતિ ડેવલોપર્સના ડાયરેક્ટર ગોપાલ પટેલે પત્રકાર પરિષદ યોજી આધાર પુરાવા રજૂ કર્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં જમીન પર ગેરકાયદે કબજો અથવા પોતાની માલિકી દર્શાવતા હોવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે સ્વાતિ લેન્ડ ડેવલોપર્સ પ્રા.લીની માલિકીની જમીન પર ચંદ્રપ્રભા ડેવલોપર્સે પોતાનો માલિકી હક્ક દર્શાવ્યો છે જે હાલ રાજકોટ કોર્ટમાં પેન્ડિંગ છે. સ્વાતિ લેન્ડ ડેવલોપર્સના ડાયરેક્ટર ગોપાલભાઈ પટેલે આજે પ્રેસ કોન્ફરન્સને મીડિયા સમક્ષ જણાવ્યું કે, કોઠારીયા રોડ પર નિલકંઠ પાર્ક તરીકે ઓળખાતી 18 હજાર ચો.મી.ની જે ટાઉન પ્લાનીંગ શાખાની સ્કીમ નં-6 જમીન જે મારા કબજાની છે.
આ જમીન પર બાંધકામ સાથેના મકાનો તમામ પાકા રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ અને માલિકી હક્કના દસ્તાવેજ આધાર પુરાવા સાથે મારા કબજાના છે. તેમ છતા રાજકોટના રહેવાસી ચંદ્રપ્રભા ડેવલપર્સના ડાયરેક્ટર વજુભાઈ ટપુભાઈ લોઢીયા અને તેમના પુત્ર મયુર લોઢીયાએ કોઈપણ જાતના આધાર પુરાવા વગર ગેરકાયદે રીતે ખોટા વાદ વિવાદ કરી રાજકોટની દિવાની કોર્ટમાં દિવાની કેસ દાખલ કરેલી છે.
ડાયરેક્ટર ગોપાલભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ચંદ્રપ્રભા ડેવલોપર્સના માલિક વજુભાઈ લોઢીયા અને તેમના પુત્ર મયુરે તેમના વકીલો મારફત અમોને ખોટી રીતે બદનામ કરવા તેમજ મારી જમીન પર ખોટો માલિકી હક્ક ઉભો કરી ખોટી અફવાઓ ફેલાવી જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો છે. જે અંગે હકીકતો બહાર લાવવા
માટે પત્રકાર પરિષદ યોજાઈ હતી.