સતત ત્રીજા દિવસે મનપા ટીમનો સપાટો : શૈક્ષણિક સંસ્થા, રેસ્ટોરન્ટ, હોલ-વાડી સીલ કરાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.1
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગઈકાલ તા.31-05-2024ના રોજ હાથ ધરાયેલ કામગીરી દરમિયાન વિવિધ વોર્ડની ટીમોએ કુલ 105 એકમોની ચકાસણી કરી હતી જેમાં ફાયર એન.ઓ.સી. અને બી.યુ. સર્ટિફિકેટ નહીં ધરાવતા કુલ 45 સંકુલો સીલ કરવામાં આવ્યા છે, જયારે 33 એકમોને નોટિસ આપવામાં આવેલી છે. આજે તા.01-06-2024ના રોજ બપોરે 01:00 વાગ્યા સુધીમાં વોર્ડ ટીમ દ્વારા 28 એકમો ચકાસણી કરી 18 એકમો સીલ કરવામાં આવ્યા છે.
- Advertisement -
આજરોજ વોર્ડ નં. 1માં સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ (લાખના બંગલા રોડ) સીલ કરવામાં આવેલું છે. વોર્ડ નં.3માં બ્રિલિયન્ટ કલાસીસ અને હોસ્ટેલ સીલ કરવામાં આવેલા છે. વોર્ડ નં. 5માં મેહુલ સ્કૂલ, ન્યુ ફ્લોરા સ્કૂલ સીલ કરવામાં આવેલી છે. વોર્ડ નં. 6માં ગોકુલ વિદ્યાલય, શ્રેયસ વિદ્યાલય સીલ કરવામાં આવેલી છે. વોર્ડ નં.9માં સેલસ હોસ્પિટલ સીલ કરવામાં આવેલ છે. વોર્ડ નં. 10માં ડી એન્ડ ડી બિલ્ડિંગ અને જનની હોસ્પિટલને નોટિસ આપવામાં આવેલી તો વોર્ડ નં.11માં કે.જી. ધોળકિયા સ્કૂલ, શ્રીમતિ એસ. કે. પાઠક સ્કૂલ અને શ્રી જીવન જ્યોત વિદ્યામંદિર સીલ કરવામાં આવેલા છે. વોર્ડ નં.12માં રેડ એન્ડ વાઈટ મલ્ટી મીડિયા એજ્યુકેશન, ગજાનંદ હોસ્પિટલનો ચોથો માળ સીલ કરવામાં આવેલા છે. વોર્ડ નં.13માં બાલ વાટિકા કમ હોસ્ટેલ, પંચશીલ સ્કૂલનો ટોપ ફ્લોર, સર્વોદય સ્કૂલનો ટોપ ફ્લોર સીલ કરવામાં આવેલા છે. વોર્ડ નં.16માં ગેલમાં પ્રાથમિક સ્કૂલના ટોપ ફ્લોરને સીલ કરવામાં આવેલો છે. વોર્ડ નં.17માં જે. વી. વિદ્યાલય, જીવન જ્યોત વિદ્યાલય સીલ કરવામાં આવેલી છે. વોર્ડ નં.18માં શુભમ રેસ્ટોરન્ટને નોટિસ આપવામાં આવેલું છે.