કોર્પોરેશન કે શહેરી વિકાસ સતામંડળ પાસેથી ખરીદ કરવામાં આવેલા જમીનના પ્લોટ પર 18 ટકા જીએસટી લાગુ પડે છે અને તેની વસુલાત કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. અત્યાર સુધી એવી છાપ હતી કે કોર્પોરેશન અથવા શહેરી વિકાસ સતામંડળ દ્વારા વેચાતા જમીનના પ્લોટના વ્યવહારોને જીએસટી મુક્તિ છે એટલે ટેકસ વસુલવામાં આવતો ન હતો.
હવે જીએસટી વિભાગે અમદાવાદ કોર્પોરેશન તથા ‘ઔડા’ને નોટીસ ફટકારી છે. ગતવર્ષે કોર્પોરેશન-ઔડા પાસેથી પ્લોટ ખરીદનારા પાસેથી 18 ટકા ટેકસ વસુલવા સૂચના આપી છે. છેલ્લા મહિનાઓમાં સ્ટોક જીએસટી વિભાગ દ્વારા એકથી વધુ પત્રો પાઠવાયા છે અને એમ કહેવાયું છે કે પ્લોટ વેચ્યો હોય અથવા 99 વર્ષના ભાડાપટા પર આપવામાં આવ્યો હોય તો ટેકસ વસુલાત કરવી પડે. લીઝ હોલ્ડર પાસેથી પ્રીમીયમ વસુલાતુ હોવાના કારણોસર ટેકસ વસુલવો પડે.
- Advertisement -
અમદાવાદ કોર્પોરેશન તથા ઔડા નવી આવક ઉભી કરવા માટે ચૂંટણી બાદ ઘણા પ્લોટ વેચવાનુ છે
તેવા સમયે આ વિવાદ સર્જાયો છે. 18 ટકા જીએસટીને કારણે પરીસ્થિતિમાં બદલાવ આવી શકે છે. ઔડા તથા કોર્પોરેશને ટેકસ વિભાગને એવો જવાબ આપી દીધો છે કે લીઝ-વેચાણ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટેકસ વસુલાતની જવાબદારી રહેતી નથી. કોર્પોરેશન-ઔડા દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં 240 કરોડમાં પ્લોટ લીઝ પર આપવામાં આવ્યા છે અને તે પેટે 43 કરોડ ટેકસ વસુલવા સૂચવાયુ છે.