ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
મેંદરડા સિલ્વર સ્ટાર ઇન્ટરનેશનલ સ્કુલનાં 18 બાળકો દ્વારા ગુજરાત સરકાર દ્વારા આયોજીત ‘બાળ પ્રતિભા શોધ’ સ્પર્ધા અંતર્ગતવિવિધ સ્પર્ધાઓમાં જીલ્લા કક્ષાએ ભાગ લેવામાં આવેલ હતો. જેમાં 16 બાળકોએ વિવિધ સ્પર્ધાઓમાં જેમ કે, વકૃત્વમાં રુદ્ર કાનાબારે પ્રથમ ક્રમ, નિબંધમાં વિશ્વા રાખોલિયાએ દ્રિતીય, ચિત્રકલામાં નિર કોટડીયાએ પ્રથમ ક્રમ, લોકગીત વિભાગમાં ખુશી પાંડવદરાએ તૃતીય ક્રમ, તેમજ લોકનૃત્ય વિભાગમાં જીલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવ્યા હતા. લોકનૃત્ય માં 12 બહેનોમાં સુહાના સોલંકી, ક્રિષ્ના મકવાણા, ઉપલ છૈયા, વૃતિ ભીમાણી, પ્રેરી રાખોલિયા, નિરવા ગાજીપરા, જાનવી મેઘનાથી, દિયા ઉનડકટ, ગ્રીવા દેશાઈ, હેમાલી વાઘેલા, આરાધ્યા અંકોલા, યશ્વી કારેલીયાએ ભાગ લીધો હતો. તે ઉપરાંત હિર કોટડીયા એ સર્જનાત્મક વિભાગમાં અને ચાંદની વારસખીયા એ ભજન વિભાગમાં શ્રેષ્ઠ પરફોર્મન્સ આપેલ હતું.
આમ જીલ્લા કક્ષાએ આ બાળકોએ સમગ્ર મેંદરડા તાલુકાનું ગૌરવ વધારેલ છે. માર્ગદર્શન આપનાર શાળાનાં કો-ઓર્ડીનેટર ક્રિષ્નાબેન ચાવડા અને શિક્ષક નમ્રતાબેન જીપ્લોટ તેમજ તમામ બાળકોને શાળાનાં ટ્રસ્ટી પરેશભાઈ ડેડાણીયાએ તેમજ આચાર્ય હિરેનભાઇ વ્યાસે અભિનંદન પાઠવેલ હતા. હવે આ બાળકો પ્રદેશ કક્ષાએ શાળાનું તેમજ જીલ્લાનું નેતૃત્વ કરશે તે બદલ મેંદરડા તાલુકાનાં સામાજીક આગેવાનો દ્વારા પણ શુભકામના પાઠવામા આવેલ છે.