રાજ્ય સરકારનો કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય
80 લાખ પરિવારને સીધો ફાયદો, સરકારી કચેરીઓમાં લાંબી લાઈનોમાં ઉભા નહીં રહેવું પડે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગાંધીનગરમાં રાજ્ય સરકારની બુધવારે મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં શાળા શરૂ થતાં જ વિદ્યાર્થીઓ અને વાલીઓને આવકનો દાખલો સહિત 18 જેટલા વિવિધ પ્રમાણપત્રોની જરૂર પડતી હોય છે. જે 1 એપ્રિલથી ઓનલાઈન મળશે. જેના કારણે 80 લાખ લોકોને સીધો ફાયદો થશે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શાળા શરૂ થતાં જ વિદ્યાર્થીઓ અને વાલીઓને આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર સહિત 18 જેટલા વિવિધ પ્રમાણપત્રોની જરૂર પડતી હોય છે. આ માટે સરકારી કચેરીઓમાં મોટી લાઈનો લાગતી હતી અને વાલીઓને એડમિશનની ચિંતા સાથે દાખલાની સમયમર્યાદાની મુશ્કેલીઓ પણ ભોગવવી પડતી હતી.આ સમસ્યાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ અધિકારીઓને સૂચના આપી છે કે આ સમગ્ર પ્રક્રિયા કેવી રીતે ઓનલાઇન અને ફેસલેસ બને તે સુનિશ્ચિત કરવામાં આવે. આગામી 1 એપ્રિલથી વિવિધ યોજનાઓના દાખલા અને પ્રમાણપત્રો ઓનલાઇન મળતા શરૂ થઈ જશે.
જમીન-મિલકતનું ઈ-રજિસ્ટ્રેશન હવે મોંઘું : દસ્તાવેજ દીઠ રૂ.100 પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે
- Advertisement -
રાજ્યના મહેસૂલ વિભાગનું નોટિફિકેશન જાહેર
રાજ્ય સરકારે જમીન અને મિલકત સંબંધિત દસ્તાવેજોના ઈ-રજિસ્ટ્રેશન માટે નવી ફી લાગુ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
ઈ-રજિસ્ટ્રેશન કરાવતા દરેક દસ્તાવેજ પર હવે રૂ.100 પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે. રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા રજિસ્ટ્રેશન અધિનિયમ, 1908 હેઠળ આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને આ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા અગાઉ 3 ઓગસ્ટ 1987ના રોજ જાહેર કરાયેલા ફી ટેબલમાં સુધારો કરીને આ નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે. નવી સૂચના મુજબ ફી ટેબલમાં ક્રમાંક 29 તરીકે ઈ-રજિસ્ટ્રેશન માટે પ્રોસેસિંગ ફી નામે નવો આર્ટિકલ ઉમેરવામાં આવ્યો છે. જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દરેક ઈ-રજિસ્ટ્રેશન દસ્તાવેજ માટે રૂ.100 ફી વસૂલવામાં આવશે. આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં આવશે. નોટિફિકેશનને ગુજરાત સરકારના એક્સ્ટ્રા ઓર્ડિનરી ગેઝેટમાં પ્રસિદ્ધ કરવા તેમજ ઈ-પબ્લિશ કરવાની સૂચના આપવામાં આવી છે. ગુજરાતીમાં અનુવાદ થયા બાદ તેની આવૃત્તિ પણ પ્રસિદ્ધ કરવામાં આવશે.
સરકારના આ નિર્ણયથી રાજ્યમાં ઓનલાઈન દસ્તાવેજ રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં હવે વધારાનો ખર્ચ લાગુ પડશે, જેની સીધી અસર સામાન્ય નાગરિકો પર પડશે.



