પાંચ કરોડ લોકોને સંગમ સ્નાન માટે પ્રયાગરાજ પહોંચાડ્યા
અણધારી ભીડને જોતા 17,152 ટ્રેનો સફળતાપૂર્વક ચલાવવામાં આવી
- Advertisement -
રેલ્વેેએ મહા કુંભ માટે 45 દિવસમાં 17,152 ટ્રેનોનું સંચાલન કર્યું હતું. ભારતીય રેલ્વેના ઈતિહાસમાં કોઈપણ ઘટના માટે આ એક નવો રેકોર્ડ છે. આ માધ્યમથી રેલ્વેેએ પાંચ કરોડ લોકોને સંગમ સ્નાન માટે પ્રયાગરાજ પહોંચાડ્યા. રેલવે બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, રેલ્વેએ જાન્યુઆરીમાં પ્રયાગરાજ માટે 13 હજાર ટ્રેનો દોડાવવાની યોજના બનાવી હતી, પરંતુ શ્રદ્ધાળુઓની અણધારી ભીડને જોતા 17,152 ટ્રેનો સફળતાપૂર્વક ચલાવવામાં આવી હતી.
તેમાંથી 7,667 સ્પેશિયલ અને 9,485 રેગ્યુલર ટ્રેન હતી. રેલ્વેએ આ ઇવેન્ટ માટે ત્રણ કરોડ મુસાફરોનો અંદાજ લગાવ્યો હતો પરંતુ 45 દિવસમાં આ આંકડો પાંચ કરોડ સુધી પહોંચી ગયો. રેલ્વે બોર્ડે આ આયોજન માટે ઘણી નવીનતાઓ કરી હતી, જેમાં ખુશરોબાગ, ઝુંસી, નૈની, છિવકી, પ્રયાગ જંક્શન અને પ્રયાગરાજ જંક્શન ખાતે વિશાળ હોલ્ડિંગ વિસ્તારો વિકસાવવાનો સમાવેશ થાય છે.
મેનેજમેન્ટને મેન્યુઅલમાં સામેલ કરવામાં આવશે: રેલવે બોર્ડે મહા કુંભમાં ભારે ભીડને હેન્ડલ કરવા અને રેલ્વેે મેન્યુઅલમાં સુરક્ષિત ટ્રેન ઓપરેશનનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે.