જુગાર રમવાની ખરાબ અસરો પછી પણ રમવાનું ચાલુ રાખતા લોકો બને છે માનસિક વિકારનો શિકાર: કર્જને ચૂકવવા માટે ચોરી, લૂંટ જેવી ગેરકાનૂની પ્રવૃત્તિનો લે છે સહારો
ગેમ્બલિંગ ડિસઓર્ડરના પ્રારંભિક લક્ષણો દેખાય ત્યારે તરત જ તબીબી સારવાર તેમજ મનોવૈજ્ઞાનિકની સલાહ લેવી, જેથી ગેમ્બલિંગ ડિસઓર્ડરથી બચી શકાય
- Advertisement -
ઓનલાઈન ગેમિંગ એપ અને સાઇટ દ્વારા અનેક યુવાનો જુગાર, કસીનો અને ક્રિકેટ સટ્ટો રમે છે અને મોટી રકમ હારી જતા કોઈ રસ્તો ન મળતા આપઘાત કરી લે છે અને આવી ઘટનાઓ દિવસેને દિવસે સામે આવતી રહે છે. ત્યારે આવો જ એક કિસ્સો ગત તા.20 નવેમ્બરના રોજ સામે આવ્યો છે. જેમાં રાજકોટના 20 વર્ષીય યુવકને ઓનલાઇન ગેમિંગ એપમાં રૂપિયા ગુમાવી દેતા આત્મહત્યા કરી હતી. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, જામનગર રોડ પર આવેલા નાગેશ્વર સોસાયટીના વર્ધમાન એપાર્ટમેન્ટ પાસે રહેતા ક્રાઈસ્ટ કોલેજમાં અભ્યાસ કરતો ક્રિષ્ના રમાકાંત પંડિત (ઉ.વ.20) નામના યુવકે ઑનલાઈન ગેમિંગ એપમાં રૂ. 50 હજાર જેટલી રકમ ગુમાવી દેતા ઘરે ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી.
આજના આ આધુનિક યુગમાં ઓનલાઇન ગેમિંગ એપમાં જુગાર રમી મોટા પ્રમાણમાં પૈસા ગુમાવી દેતા હોય છે. જેને કંપલસીવ ગેમ્બલિંગ ડિસઓર્ડર કહેવાય છે. કંપલસીવ ગેમ્બલિંગ ડિસઓર્ડર એટલે કે જુગારની લત માણસને આત્મહત્યા સુધી લઈ જાય છે. સામાન્ય રીતે લોકો વિચારતા હોય છે કે જુગાર એક ખોટી આદત છે, પરંતુ વાસ્તવમાં તે એક ડિસઓર્ડર છે અને સારવાર કરીને તેને દૂર કરી શકાય છે.
જુગાર (પત્તા)રમવાની ખરાબ અસરો પછી પણ જો જુગાર રમવાનું ચાલુ રાખવામાં આવે, તો તે એક માનસિક વિકાર એટલે કે ’કંપલસીવ ગેમ્બલિંગ ડિસઓર્ડર’ માં તબદીલ થઈ શકે છે. ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટેસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર પાંચમી આવૃત્તિ (ડીએસએમ -5) માં તેને ’કંપલસીવ ગેમ્બલિંગ ડિસઓર્ડર’ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. કુલ વસ્તીમાં ગેમ્બલિંગ ડિસઓર્ડરવાળા અડધા લોકો આત્મહત્યા વિચારધારા ધરાવે છે, અને આશરે 17% લોકોએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે.
- Advertisement -
ગેમ્બલિંગ ડિસઓર્ડરનું ચોક્કસ કોઈ કારણ નથી. ગેમ્બલિંગ ડિસઓર્ડર પણ જૈવિક, આનુવંશિક અને પર્યાવરણીય પરિબળોનું સંયોજન છે. જે લોકો ગેમ્બલિંગ ડિસઓર્ડર ધરાવે છે તેમને ડ્રગની લત, વ્યક્તિત્વ ડિસઓર્ડર, હતાશા, વધારે પડતી તનાવપૂર્ણ પરિસ્થિતિ પણ હોઈ શકે છે. યુવા લોકો અને 40 વર્ષની વય આસપાસના લોકો ઘણીવાર આ વ્યસનથી પ્રભાવિત થાય છે. જો કોઈ વ્યક્તિ કિશોરવયમાં જુગાર રમે છે, તો તે મોટા થાય ત્યાં સુધીમાં જુગાર રમવાનો વ્યસની બની જાય છે. જો કે, પુખ્ત વયના લોકોમાં જુગારની વ્યસન પણ એક ગંભીર સમસ્યા હોઈ શકે છે. ગેમ્બલિંગ ડિસઓર્ડર સ્ત્રીઓ કરતા પુરૂષોમાં વધુ જોવા મળે છે.
મહિલાઓ ઘણીવાર કિશોરાવસ્થા પછી ગેમ્બલિંગ ડિસઓર્ડરનું પ્રમાણ વધે છે. હાલના સમયમાં આ સમસ્યા એકસરખી રીતે મહિલાઓ અને પુરુષોમાં ફેલાઈ રહી છે. વ્યવહારિક પરિબળો જેવા કે, સ્પર્ધા, અતિશય કાર્યમાં વિશ્વાસ કરવો, અશાંતી અથવા જલ્દીથી કોઈ કામથી કંટાળો આવે છે, તો વ્યક્તિને જુગારની લત લાગી શકે છે. ગેમ્બલિંગ ડિસઓર્ડરની સારવાર માટે મનોવૈજ્ઞાનિક સંપર્ક કરવો. મોટાભાગના લોકોમાં ગેમ્બલિંગ ડિસઓર્ડર વિષે વધારે જાણકારી નથી હોતી માટે તે સારવાર માટે ડોક્ટર્સ પાસે જવાનું ટાળે છે..ગેમ્બલિંગ ડિસઓર્ડરની સારવાર માટે મનોવૈજ્ઞાનિકનો સંપર્ક કરો. મનોવૈજ્ઞાનિક ગેમ્બલિંગ ડિસઓર્ડર વિશે તમને કંઈપણ પૂછે એના સાચા જવાબો આપવા.
જેથી મિત્રો અને પરિવારના સભ્યો સાથે પણ વાત કરી શકે, લો કે કાયદા હેઠળ, ડોકટરો તમારી મંજૂરી વિના તમારી સાથે સંબંધિત કોઈપણ માહિતી જાહેર કરી શકતા નથી. તેથી નિશ્ચિંતપણે બધી વાત મનોવૈજ્ઞાનિકને જણાવો જેથી યોગ્ય સારવાર મળી રહે. તમારા મિત્રો, સહકર્મીઓ અથવા કુટુંબીજનો ગેમ્બલિંગ ડિસઓર્ડર વિશે પીડિત હોય તો, તેને નજરઅંદાજ ન કરવી. ગેમ્બલિંગ ડિસઓર્ડર ધરાવતા લોકો આ પરિસ્થિતિને સ્વીકારતા નથી, જેના કારણે સમસ્યા હલ કરવી મુશ્કેલ થઈ શકે છે. ગેમ્બલિંગ ડિસઓર્ડરના કોઈ લક્ષણો લક્ષણો દેખાય છે, તો તરત જ મનોવૈજ્ઞાનિકનો સંપર્ક કરવો જોઈએ.
ગેમ્બલિંગ ડિસઓર્ડરના લક્ષણો
જુગાર ન રમવા પર બેચેની અને ચીડિયાપણાનો અનુભવ.
અપરાધ, તણાવ અથવા હતાશા જેવી લાગણીઓને ટાળવા માટે રમવું.
જુગારના પૈસા માટે ચોરી અથવા છેતરપિંડીનો આશરો લેવો.
હંમેશા જુગાર વિશે વિચારવું.
હંમેશા જુગાર માટે પૈસા ક્યાંથી મળશે તેના વિશે પ્લાનિંગ કરવું.
જ્યારે વધારે પૈસા મળે ત્યારે વધુ જુગાર રમવો
જુગારમાં હારેલ પૈસાને જુગાર દ્વારા જ લાવવાનો પ્રયાસ કરવો.
જુગારના વ્યસન વિશે પોતાના ઘર-પરિવાર સાથે ખોટું બોલવું.
જુગારની વ્યસનને કારણે નોકરી, શાળા અને કામથી સંબંધિત આવશ્યક તકો ગુમાવવી.
સખત પ્રયાસ કર્યા પછી પણ જુગારના વ્યસનને નિયંત્રણમાં રાખવામાં નિષ્ફળતા.
જુગારના કારણે વધેલા દેવાથી બહાર આવવા માટે અન્યની મદદ લેવી.
ગેમ્બલિંગ ડિસઓર્ડરથી થતી કેટલીક સમસ્યાઓ: ગેમ્બલિંગ ડિસઓર્ડરની પર્સનલ અને પ્રોફેશનલ બન્ને લાઈફમાં નેગેટિવ અસર કરી છે.
સંબંધોમાં મુશ્કેલી
દેવું જેવી નાણાકીય સમસ્યાઓ
કાનૂની કાર્યવાહી અથવા જેલ થવી – કામમાં રસ રુચિ ઘટવી
નોકરી કે બિઝનેસમાં મુશ્કેલી
શારીરિક-માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ
આત્મહત્યાના વિચાર અને પ્રયાસ
ચિંતા, હતાશા, તણાવ, એકાગ્રતામાં મુશ્કેલી, બેચેની અને સતત ચીડિયાપણું