રાજકોટમાં કાળચક્ર ફરી વળ્યું
એટેક, અકસ્માત, આપઘાત, બિમારી સહિતના કારણોથી મૃત્યુ થતાં પરિવારમાં અરેરાટી
સીવીલ હોસ્પિટલના પીએમ રૂમ પર મૃતદેહોની લાઈનો લાગી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં કાળચક્ર ફરી વળ્યું હોય તેમ 24 કલાકમાં સાત મહિલા સહિત 17 લોકોના મોતથી અરેરાટી વ્યાપી ગઈ હતી. એટેક, અકસ્માત, આપઘાત, બીમારી સાહિતના કારણોથી 17 લોકોએ સીવીલ હોસ્પિટલમાં દમ તોડી દેતા સીવીલ હોસ્પિટલના પીએમ રૂમ પર મૃતદેહોની લાઈનો લાગી હતી.
રાજકોટના કોઠારીયા રોડ પર તિરૂપતિ સોસાયટીમાં રહેતાં દયાબેન આશિષભાઈ સોલંકી ઉ.36 ગર્ભવતી હોય ગત સાંજે પ્રસૃતિનો દુખાવો ઉપડતાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં અસહ્ય દુ:ખાવાના કારણે બેભાન થઈ જતાં ફરજ પરના તબીબોએ જોઈ તપાસી મૃત જાહેર કરતાં પરીવારમાં શોક વ્યાપી ગયો છે વેલનાથપરામાં લોકમાન્ય તિલક ટાઉનશીપમાં રહેતાં હરદેવભાઇ પરમાર ઉ.35 કોઈ કારણોસર ટાઉનશીપના સાતમા માળેથી નીચે ઝંપલાવી દેતા શરીરે ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું પારેવડી ચોક પાસે ગંગેશ્વરમાં રહેતાં નઈમ હુસેનભાઈ ઉ.24એ ગઈકાલે સાંજે ઘરે કોઈ અગમ્ય કારણોસર પંખાના હુકમાં દોરડું બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં બી ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી શહેરના 150 ફૂટ રિંગ રોડ લક્ષ્મી છાયા સોસાયટીમાં રહેતાં સુરેશભાઈ મગનભાઈ વાળા ઉ.45 ગઈકાલે ઘરે અચાનક બેભાન થઈ જતાં તેમને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં મોત નીપજ્યું હતું પોલીસની તપાસમાં મૃતકને પિત્તાશયની બીમારી હોવાનું અને સંતાનમાં બે પુત્રો હોવાનું જાણવા મળ્યું છે જ્યારે જય ખોડિયાર સોસાયટીમાં રહેતાં શોભનાબેન કિશોરભાઈ પરમાર ઉ.58 ગઈ તા.11ના પતિના બાઇકમાં બેસી જતાં હતા ત્યારે ગોવર્ધન ચોક પાસે અજાણ્યાં બાઇલચાલકે ટક્કર મારતાં તેઓ નીચે પટકાયા હતા અને માથામાં ગંભીર ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં પરંતુ ગઇકાલે મોત નીપજ્યું હતું રાજસ્થાનના બાડમેરમાં રહેતાં રૂખારામ ભીખારામ બેનિવાલ ઉ.45 ટ્રક લઈ ગત બપોરે ગોંડલ હાઇવે પર કિશાન પેટ્રોલપંપ પાસે આવ્યા હતા બાદમાં તે ઇજાગ્રસ્ત હાલતમાં મળતાં 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં પરંતુ અંહી મૃત્યુ થયું હતું મૃતકને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે કાલાવડ રોડ પર લક્ષ્મીના ઢોળા પર રહેતાં મંજુબેન રમેશભાઈ પરમાર ઉ.53 ઘરે હતાં ત્યારે કોઈ કારણોસર બેભાન થઈ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબોએ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતાં. મૃતક હોટલમાં કામ કરતાં હોવાનું અને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે શહેરના 150 ફૂટ રીંગરોડ પર ઘંટેશ્વર પાસે સનરાઈઝ પ્રાઇમમાં રહેતાં ભૂમિકાબેન મેહુલભાઈ ઠાકર ઉ.39 ગઈકાલે ઘરે હતાં ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પરંતુ ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું મૃતક કેન્સરથી પીડિત હોવાનું અને સંતાનમાં એક પુત્ર-પુત્રી હોવાનું જાણવા મળ્યું છે શહેરના કોઠારીયા રોડ પર ઘનશ્યામનગરમાં રહેતાં ઠાકરસીભાઈ ગોબરભાઈ ખસિયા ઉ.57 ગઈકાલે ઘરે અચાનક આવેલા હદયરોગના હુમલાથી બેભાન થઈ જતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડાતા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતાં મૃતક રીક્ષા ડ્રાઇવિંગ કરતાં હોવાનું અને સાત ભાઈ-બહેનમાં મોટા હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત જામનગર રોડ પર સલ્મ ક્વાર્ટરમાં રહેતાં ધનજીભાઈ ગોવિંદભાઇ વાઘેલા ઉ.55 ગત રાત્રે ઘરેથી જામનગર રોડ પર કનૈયા હોટલ પર ચા પીવા ગયાં ત્યારે ચાની ચુસ્કી લેતી વેળાએ હાર્ટ એટેક આવતાં બેભાન થઈ ઢળી પડ્યા હતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતાં મૃતક આરએમસીમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતાં હોવાનું અને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે શહેરના મોચીબજારમાં આવેલ હરિજનવાસમાં રહેતાં કમલેશભાઈ વિનુભાઈ સોલંકી ઉ.46 ગઈકાલે ઘરે હતાં ત્યારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ બેભાન થઈ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
- Advertisement -
પરંતુ સારવાર મળે તે પૂર્વે જ મોત નીપજ્યું હતું મૃતક છૂટક મજૂરીકામ કરતાં હોવાનું અને સાત ભાઈ-બહેનમાં નાના હોવાનું જાણવા મળ્યું છે રૈયાધાર સલ્મ ક્વાર્ટરમાં રહેતાં વીણાબેન શૈલેષભાઇ ભટ્ટ ઉ.49 ગઈકાલે સવારે ઘરે હતાં ત્યારે બીમારી સબબ બેભાન થઈ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા મૃતક કેન્સરની બીમારીથી પીડિત હોવાનું અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. શહેરના પારેવડી ચોકમાં આવેલ સદગુરુધામ એપાર્ટમેન્ટમાં રહેતાં નીતિન લક્ષ્મીદાસ કેસરિયા ઉ.58 ગઈકાલે ઘરે બેભાન થઈ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ટૂંકી સારવારમાં મોત નિપજ્યું હતું મૃતક બારદાનના વેપારી અને છ ભાઈ-બહેનમાં વચ્ચેટ હોવાનું જાણવા મળ્યું છે શહેરના કોઠારીયા રોડ પર રાધેશ્યામ સોસાયટીમાં રહેતાં મણીબેન કુરજીભાઈ સખીયા ઉ.80 નામના વૃધ્ધા ગઈકાલે ઘરે અચાનક બેભાન થઈ ઢળી પડતાં હોસ્પિટલે ખસેડાતાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતાં.
શહેરની બેડી ચોકડી પાસે મેલડી માતાના મંદિર બાજુમાં લીમડાના ઝાડ સાથે દોરડું બાંધી અજાણ્યા પ્રોઢે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતકના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે તેમજ કુવાડવા રોડ હાઇવે પર એક અજાણ્યાં વૃદ્ધ ઇજાગ્રસ્ત હાલતમાં પડેલ હોય જે અંગે પોલીસને જાણ થતાં પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાતા ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા મૃતક જયંતીભાઈ છગનભાઇ ટાંક ઉ.65 હોવાની ઓળખ થતાં પોલીસે વધુ હાથ ધરી છે જ્યારે સુરેન્દ્રનગરના વઢવાણ ગામે રહેતા હસીનાબેન યુસુફભાઈ પરમાર ઉ.42 ગઈકાલે રીક્ષામાં બેસી આવતાં હતાં ત્યારે વઢવાણ અને લીમડી વચ્ચે અકસ્માત સર્જાતા રીક્ષા પલટી મારી જતાં ગંભીર ઇજા થતાં તેમને સારવાર અર્થે રાજકોટ ખસેડાતા ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતાં.