કોવિડ કંટ્રોલ રૂમના પ્રોએકિટવ કોલિંગ કંટ્રોલ રૂમમાં તા.૯ ના રોજ આવેલા ૨૦ કોલ
રાજકોટ તા. ૧૦, જૂન – રાજકોટના કોવિડ કંટ્રોલ રૂમ ખાતેથી પ્રોએકિટવ કોલિંગ સેંટરથી પીડીયુ ખાતે દાખલ દર્દીના સગાને દરરોજ સવાર અને બપોર પછી એમ બે વાર દર્દીની હાલની સ્થિતિ વિશે અવગત કરાવવામાં આવે છે. કંટ્રોલ રૂમ ખાતે દર્દીઓના સગા-વ્હાલાઓની તમામ મુંઝવણનું યથોચિત સમાધાન કરવામાં આવે છે. કોવિડ કંટ્રોલ રૂમની તા.૯.૬.૨૧ની રાત્રે ૯ વાગ્યા સુધીની સ્થિતી જોઇએ તો પ્રોએકિટવ કોલિંગ કંટ્રોલ રૂમમાં કુલ ૨૦ કોલ આવ્યા હતા.
- Advertisement -
પીડીયુમાંથી સમરસ હોસ્ટેલમાં મ્યુકર માઇક્રોસિસના ૧૭ દર્દીઓને સ્થળાંતરિત કરાયા હતા. દર્દીઓના સગાઓને દર્દી સાથે કરાવેલ વિડિયો કોલની સંખ્યા ૫૯ હતી. તો દર્દીના સગા દ્વારા આપેલ અને દર્દીને પહોંચાડેલ પાર્સલની સંખ્યા ૫૧ હતી. રૂબરૂ ઇન્કવાયરીની સંખ્યા ૬૧ હતી. જયારે ટેલીફોનિક ઇન્કવાયરી ૯ કરવામાં આવી હતી.