75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય વીરતા અને સેવા મેડલોની જાહેરાત કરી, ગુજરાત પોલીસના 17 અધિકારી-કર્મચારીઓને મેડલ એનાયત
ગુજરાત સહિત દેશભરમાં આવતીકાલે 26 જાન્યુઆરી 2024ના રોજ 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. દરવર્ષની જેમ આ વર્ષે પણ પોલીસની વિશિષ્ઠ સેવાઓ અને કામગીરીને આધારે તેમણે મેડલ એનાયત કરવામાં આવશે. વિગતો મુજબ ગુજરાત પોલીસના 17 અધિકારી-કર્મચારીઓને ગણતંત્ર દિવસ પર મેડલ એનાયત કરવામાં આવશે. જેમાં 2 પોલીસ અધિકારીઓને પ્રેસિડેન્ટ મેડલ એનાયત કરાશે તો 15 પોલીસ કર્મચારીઓને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવશે.
- Advertisement -
75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય વીરતા અને સેવા મેડલોની જાહેરાત કરી છે. વાત જાણે એમ છે કે, ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર આ વર્ષે પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સના 1132 કર્મચારીઓને સન્માનિત કરવામાં આવશે. જેમાં ગુજરાત પોલીસના 17 અધિકારી-કર્મચારીઓને ગણતંત્ર દિવસ પર મેડલ એનાયત કરવામાં આવશે.
જાણો કયા અધિકારી-કર્મચારીઓને મેડલ એનાયત ?
-પ્રેમવીર સિંઘ, ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ, અમદાવાદ
-નરેન્દ્રભાઈ ચૌધરી, એડિશનલ કમિશનર ઓફ પોલીસ, ટ્રાફિક, અમદાવાદ
-કીરીટકુમાર ચૌધરી, આર્મ્ડ ડેપ્યુટી સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ, ગુજરાત
-ભામરાજી જાટ, આર્મ્ડ ડેપ્યુટી સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ, ગુજરાત
-ભગીરથસિંહ ગોહીલ, અનઆર્મ્ડ ડેપ્યુટી સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ, ગુજરાત
-જલુભાઈ દેસાઈ, અનઆર્મ્ડ આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
-જયેશ ભાઈ પટેલ, અનઆર્મ્ડ આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
-દીલીપસિંહ ઠાકોર, અનઆર્મ્ડ આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
-અલ્તાફખાન પઠાણ, અનઆર્મ્ડ પોલીસ સબ ઈન્સપેક્ટર, ગુજરાત
-સુખદેવસિંહ ડોડીયા, અનઆર્મ્ડ હેડ કોન્સ્ટેબલ, ગુજરાત
-કમલેશભાઇ ચાવડા, PSI, ગુજરાત
-યોગેન્દ્રસિંહ રાઠોડ, PSI, ગુજરાત
-શૈલેશકુમાર દુબે, અનઆર્મ્ડ આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર, ગુજરાત
-શૈલેશકુમાર પટેલ -અનઆર્મ્ડ PSI, ગુજરાત
-અભેસિંગ રાઠવા -અનઆર્મ્ડ આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર, ગુજરાત