કોરોનાકાળમાં બે વર્ષ સુધી યુગલો ઘરમાંથી હોવાથી પારણા બંધાશે તેવી ધારણા ખોટી પડી
અમદાવાદના વસ્તીના આંકડામાં વધારો નજરે પડયો નથી
- Advertisement -
વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે જન્મદરમાં થોડો વધારો જોવા મળે છે
ખાસ-ખબર સંવાદદાતા
કોવિડ કાળના છેલ્લા બે વર્ષમાં (વર્ષ 2020 અને 2021માં) મોટાભાગના યુગલો તેમના ઘરમાં જ હોવાથી એવું તારણ હતું કે અનેક લોકોના ઘરોમાં પારણા બંધાશે. જો કે, રોગચાળાના પગલે આરોગ્યની ચિંતા, આર્થિક અનિશ્ચિતતા અને ઊથલપાથલના લીધે આ મુદ્દે વિપરિત સ્થિતિ નજરે પડી છે. જેમાં કોવિડ-19ની પહેલાની સ્થિતિની સરખામણીએ કોવિડ-19ના સમયગાળામાં અમદાવાદમાં બાળકોના જન્મદરના નોંધાયેલા આંકડા મુજબ આ જન્મદરમાં 17 ટકા જેટલો ઘટાડો થયેલો છે.
નવાઈની વાત તો એ છે કે કોવિડ-19ની સ્થિતિ બાદ વર્ષ 2022ની શરૂઆતમાં જનજીવન સામાન્ય બન્યું છે. જો કે, શહેરના વસ્તીના આંકડામાં વધારો નજરે પડયો નથી. અમદાવાદમાં વર્ષ 2020માં 89,201 અને વર્ષ2021માં 87,406 બાળકોનો જન્મ થયેલો, જેની સરખામણીએ આ વર્ષે નવેમ્બરના અંત સુધીમાં 88,711 બાળકોનો જન્મ થયેલો છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે જન્મદરમાં થોડો વધારો જોવા મળે છે.