– મૃતકોના પરિવારજનોને 2 લાખ તો ઘાયલોને 50 હજારની સહાય
થાણેના શાહપુર સરલામ્બે વિસ્તારમાં સમૃદ્ધિ મહામાર્ગના નિર્માણ કાર્ય દરમિયાન ક્રેન એટલે કે ગર્ડર મશીન પુલ પરથી નીચે પડી ગયું હતું, આ દુર્ઘટનામાં 17 લોકોના મોત થયા છે
- Advertisement -
મહારાષ્ટ્રના થાણેના શાહપુરમાં મંગળવારે વહેલી સવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. થાણેના શાહપુર સરલામ્બે વિસ્તારમાં સમૃદ્ધિ મહામાર્ગના નિર્માણ કાર્ય દરમિયાન ક્રેન એટલે કે ગર્ડર મશીન પુલ પરથી નીચે પડી ગયું હતું. પાપ્ત માહિતી મુજબ જેમાં લગભગ 17 લોકોના મોત થયા છે તેમજ ત્રણ ઘાયલ થયા છે. વિગતો મુજબ આ દુર્ઘટનામાં હજુ પણ 10થી15 લોકો અંદર જ ફસાયેલા છે. ક્રેન લગભગ 200 ફૂટથી નીચે પડી હતી જેના પછી અફરા તફરી મચી હતી. આ દુર્ઘટનાનું કારણ હજુ સુધી સ્પષ્ટ જાણવા મળ્યું નથી પરંતુ સૂત્રો પાપ્ત વિગતો મુજબ ઓવરલોડિંગને કારણે આ ઘટના બની હતી.
#WATCH | Maharashtra: A total of 16 bodies have been recovered so far and three injured reported. Rescue and search operation underway: NDRF pic.twitter.com/nliOMW9pv6
— ANI (@ANI) August 1, 2023
- Advertisement -
PMએ સહાયની જાહેરાત કરી
મહારાષ્ટ્રના થાણેના શાહપુરમાં થયેલી દુર્ઘટના મામલે પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે, દુર્ઘટનાથી દુઃખી છું, જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના, NDRF અને સ્થાનિક વહીવટીતંત્ર દુર્ઘટનાના સ્થળે કામ કરી રહ્યું છે. મૃતકના પરિવારજનોને 2 લાખ તેમજ ઘાયલોને રૂ. 50 હજારની સહાયની પણ જાહેરાત કરી છે.
Pained by the tragic mishap in Shahapur, Maharashtra. My deepest condolences to the families of those who lost their lives. Our thoughts and prayers are with those who are injured. NDRF and local administration are working at the site of the mishap and all possible measures are…
— PMO India (@PMOIndia) August 1, 2023
ક્રેન લગભગ 200 ફૂટની ઊંચાઈએ હતી
NDRFની બે ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે. પોલીસના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં સમૃદ્ધિ હાઇવેના ફેઝ-3નું કામ ચાલી રહ્યું છે. થાંભલા પર બ્રિજ બનાવવાની ક્રેન ત્યાં હતી અને આ ક્રેનની મદદથી ગર્ડરને ઉંચો કરીને જોડવામાં આવી રહ્યો હતો. ક્રેન લગભગ 200 ફૂટની ઊંચાઈએ હતી. જે મંગળવારે વહેલી સવારે શાહપુર વિસ્તારમાં આ મશીન અચાનક નીચે પડી ગયું હતું. પુલની નીચે મોટી સંખ્યામાં શ્રમિકો હતા જેઓ આ દુર્ઘટનાના ભોગ બન્યા હતાં. મશીન પડવા પાછળનું સાચું કારણ જાણી શકાયું નથી. ઈજાગ્રસ્ત લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. પાપ્ત માહિતી મુજબ એક ડઝનથી વધુ લોકો ફસાયેલા હોઈ શકે છે.
यह एक दुर्भाग्यपूर्ण घटना है। मृतकों के परिजनों को 5 लाख रुपए की अनुग्रह राशि दी जाएगी। यहां स्विट्जरलैंड की एक कंपनी काम कर रही थी। इसकी गहन जांच के निर्देश दिए गए हैं। NDRF की टीम मौके पर पहुंच गई है और बचाव कार्य के निर्देश दिए हैं। हमारे संबंधित विभाग के अधिकारी और मंत्री भी… pic.twitter.com/Gy77BAvy2M
— ANI_HindiNews (@AHindinews) August 1, 2023
17 લોકોના મોત
શાહપુર પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 17 લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. સમૃદ્ધિ મહામાર્ગના નિર્માણ કાર્ય દરમિયાન શાહપુર વિસ્તારમાં ગર્ડર લોન્ચિંગ મશીન નીચે પડી ગયું હતું. ફેઝ-3ના કામ દરમિયાન મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. પોલીસે આ અંગે બેદરકારીની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં ઓવરલોડના કારણે મશીન નીચે પડ્યું હોવાની વાત સામે આવી રહી છે. આ વિસ્તારમાં હાઇવે બનાવવાનો કોન્ટ્રાક્ટ કઇ કંપનીને આપવામાં આવ્યો હતો અને તેના માલિક કોણ છે તેની તપાસ કરવામાં આવી રહી છે.
#UPDATE | Maharashtra: Two NDRF teams are working at the site after a crane fell on the slab of a bridge in Shahapur tehsil of Thane district. Till now 14 dead bodies have been retrieved and 3 have been injured. Another six are feared to be trapped inside the collapsed… https://t.co/3QiIuUwoIP pic.twitter.com/tptIFDfAfb
— ANI (@ANI) August 1, 2023