લોકસભા અને વિધાનસભા પેટા બેઠક પર વહેલી સવારથી શાંતિ પૂર્ણ મતદાન
બપોરે 1 વાગ્યા સુધીમાં 36.31% મતદાન સાંજે ફરી વધશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
જૂનાગઢ લોકસભા સામાન્ય ચૂંટણીનું આજે ત્રીજા તબક્કાનું મતદાન સવારે 7 વાગ્યા શરૂ થયું હતું જેમાં સવારથી જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના 7 વિધાનસભા બેઠક પર કુલ 17.95 લાખ જેટલા મતદારોએ ઉત્સાહ પૂર્વક લોકશાહી પર્વની ઉજવણી સાથે મતદાન કરવા સવારથી મતદાન મથકો પર લાઈનો જોવા મળી હતી જેમાં વૃદ્ધ, દિવ્યાંગ તેમજ યુવા મતદારો સાથે મહિલા મતદારોએ ભારે ઉત્સાહ પૂર્વક મતદાન કરવા નીકળ્યા હતા અને લોકો શાંતિ પૂર્ણ રીતે મતદાન કરી શકે તેના માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
લોકસભા સામાન્ય ચૂંટણી સમયે 40 ડિગ્રી તાપમાનનો પારો જોવા મળી રહ્યો છે એવા સમયે પણ ધોધાખાતા તાપમાં પણ મતદારો વેહલી સવારથી મતદાન મથકે પોહચી ગયા હતા ત્યારે બપોરના સમયે મતદાન ઓછું થવાની સંભાવના જોવા મળી રહી છે જોકે ફરી સાંજે મતદાન વધશે ત્યારે બપોરના એક વાગ્યા સુધીમાં જૂનાગઢ – ગીર સોમનાથ લોકસભા ક્ષેત્રની 7 વિધાનસભા બેઠક પર સરેરાશ 36.11 ટકા મતદાન થયું છે જેમાં સૌથી વધુ સોમનાથમાં 40.95 ટકા જયારે સૌથી ઓછું વિસાવદરમાં 29.34 ટકા મતદાન જોવા મળ્યું છે ત્યારે સાંજ સુધીમાં 60 ટકા જેટલું મતદાન થવાની સંભાવના જોવા મળી મળી રહી છે.
- Advertisement -
જૂનાગઢ લોકસભા સામાન્ય ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ તેમના ધર્મપત્ની સાથે ચોરવાડ ખાતે મતદાન કર્યું હતું જયારે કોંગ્રેસ ઉમેદવાર હીરાભાઈ જોટવાએ વેરાવળ સુપાસી ખાતે મતદાન કર્યું હતું ત્યારે લોકસભા સાથે માણાવદર બેઠકની પેટા ચૂંટણીમાં અરવિંદ લાડાણી અને કોંગ્રેસના હરિભાઈ પટેલ વચ્ચે સીધો ચૂંટણી જંગ છે ત્યારે બંને પક્ષે જીતના દાવા સાથે ચૂંટણી જંગમાં મેદાને ઉતર્યા છે.ત્યારે મતદારો કોના શિરે તાજ પહેરાવશે તેતો આગામી 4 જૂનના પરિણામ બતાવશે કે, મતદારો નો મીજાજ શું હતો. હાલતો બંને પક્ષ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે.
જૂનાગઢ લોસકભ બેઠક પર ભાજપ કોંગ્રેસ પક્ષના હરીફ ઉમેદવાર સાથે કુલ 11 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.જેમાં બસપા સાથે અન્ય બે પક્ષ અને 6 અપક્ષ ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીન કેદ થશે ચૂંટણી તંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન થાય તેના માટે જુદી જુદી રીતે અનેક પ્રયાસો કરીને લોકશાહી પર્વની ઉજવણી સાથે મતદાન કરવા અપીલ કરી હતી અને તેનું પરિણામ પર સવારથી જોવા મળી રહ્યું છે અને સવારે ઠંડા પોરે મતદારોની લાંબી કતારો જોવા મળી હતી અને ઉત્સાહ સાથે મતદાન કરી પોતાના મતાધિકાર નો ઉપયોગ કરીને વધુમાં વધુ મતદાન થાય તેવી અપીલ કરી હતી જેમાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથકો પર અલગ અલગ થીમ દ્વારા મથકો ઉભા કરવામાં આવ્યા હતા જેમાં સેલ્ફી પોઇન્ટ સાથે ઇકો ફ્રેન્ડલી મતદાન મથક તેમજ જૂનાગઢ ગિરનાર પ્લાસ્ટિક મુક્ત સાથેનો અનોખો સંદેશો આપવામાં આવ્યો છે.



