કોડીનારમાં આદર્શ મહિલા મંડળ ટ્રસ્ટ તથા ગાયત્રી વિદ્યાનિકેતન દ્વારા સ્વામી વિવેકાનંદજીની 160 મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે વિવેકાનંદજીનુ જીવન વૃતાંત ફોટો પ્રદર્શનના રૂપે રાખવામાં આવેલ જેમાં સવારના ભાગે મુખ્ય મહેમાનો પ્રતાપભાઈ ડોડીયા, ભગુભાઈ પરમાર, દેવસિંહ બાપુ, ડો. બી.એમ. પરમાર, ડો. રાજાભાઈ બારડ, વિજયભાઈ ગટેચા, ચિરાગસિંહ મોરી, જીજ્ઞેશભાઈ પરમાર, ધર્મેશભાઈ સોલંકી, વગેરે મુખ્ય મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો. સમગ્ર દિવસ દરમ્યાન કાર્યક્રમમાં મોટી સંખ્યા માં કોડીનારના નગરજનો, સામાજિક કાર્યકરો, રાજકીય અગ્રણીઓ, વિવિધ શાળા ના સંચાલકો તથા વિદ્યાર્થીઓ અને વાલીઓ એ યુગ પુરુષ સ્વામી વિવેકાનંદજીને જીવન કવન પ્રદર્શનને નિહાળી ધન્યતા અનુભવે. સમગ્ર કાર્યક્રમ ગાયત્રી વિદ્યાનિકેતનના સંચાલક અલ્પેશભાઈ ડોડીયાના માર્ગદર્શન હેઠળ શાળા સ્ટાફ પરીવાર દ્વારા કરવામાં આવેલ.
કોડીનારમાં સ્વામી વિવેકાનંદજીની 160મી જન્મજયંતીની ઉજવણી
Follow US
Find US on Social Medias