ખાસ-ખબર સંવાદદાતા
પૂ. રણછોડદાસજીબાપુ શોપીંગ સેન્ટરની 16 દુકાનોની તા. 7-09-2022 ને બુધવારનાં રોજ જાહેર હરરાજી કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. 14માં આનંદનગર પાસે આવેલ પૂ. રણછોડદાસજીબાપુ શોપીંગ સેન્ટરની દુકાનો જાહેર હરરાજી પૂ. રણછોડદાસજી બાપુ કોમ્યુ. હોલ, આનંદનગર પાસે સવારે 9.00 કલાકે હરરાજી કરવામાં આવનાર છે. આ દુકાનો 16.18 ચો.મી. થી 16.54 ચો.મી. સુધીની સાઈઝની દુકાનો છે. દુકાનોની અપસેટ કીંમત રૂા. 27.40 લાખથી રૂા. 27.80 લાખ સુધીની છે. હરરાજીમાં ભાગ લેવા માંગતા વ્યક્તિઓએ હરરાજીની તારીખના આગળના દિવસ સુધીમાં એસ્ટેટ વિભાગમાં અથવા હરરાજીના દિવસે સ્થળ પર રૂા. 2,00,000/- રાજકોટ મહાનગરપાલિકાના નામના ચેક અથવા ડીમાન્ડ ડ્રાફ્ટથી ડીપોઝીટ તરીકે ભરવાના રહેશે. ડીપોઝીટ ભરનાર ઈસમ જ હરરાજીમાં ભાગ લઈ શકશે. દુકાનોની અપસેટ કિંમત અને હરરાજીની શરતો વેબસાઈટ ૂૂૂ.ળિભ.લજ્ઞદ.શક્ષ પરથી અથવા એસ્ટેટ વિભાગ રૂમ નં.10, ત્રીજો માળ, ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ (ફોન.0281-2222540) ખાતેથી રૂબરૂ મળી શકશે.
રણછોડદાસબાપુ શોપિંગ સેન્ટરની 16 દુકાનની થશે જાહેર હરરાજી
