કેશોદના પાણખાણ ગામે ખેડૂતની હત્યાનો મામલો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
કેશોદના પાણખાણ ગામે કાકા – ભત્રીજા મળી ગાંગણા પરિવારના કુલ 4 પુરૂષ સભ્યો ટ્રેક્ટર લઈ તેમની વાડીએ માઠ હાંકવા જતાં હતાં ત્યારે રસ્તાં આવતાં જોટા અટક ધરાવતાં એક જ સમાજના શેઠા પાડોશીના 4 મહિલા સહિત 16 પરિવારના સભ્યોએ કુહાડી, દાતરડાં લોખંડના પાઈપ, લાકડી વડે હુમલો કરી ગાંગણા પરિવારના એક વૃદ્ધ ખેડૂતની હત્યા કરી નાખી હતી. જયારે સામ સામે 5 લોકો ઈજાગ્રસ્ત થતાં 108 મારફત કેશોદ સરકારી હોસ્પિટલ ખસેડાયાં હતાં જયાંથી ગંભીર હાલતમાં 2 લોકોને વધુ સારવાર માટે જુનાગઢ રિફર કરાયાં હતાં. પોલીસે એક જ પરિવાર ચાર મહિલા સહિત 16 વિરુદ્ધ હત્યા સહિતની કલમ હેઠળ ગુન્હાઓ નોંધી કેશોદ ડીવાયએસપી બી.સી. ઠક્કર અને પોલીસે સ્ટાફે ગણતરીની કલાકોમાં તમામ આરોપીને ઝડપી લીધા હતા.
- Advertisement -
આ અંગે રણજીતસિંહ બાવાભાઈ ગાંગણાએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ તેમના કાકા ભાયાભાઈ રણમલભાઈ ગાંગડા શેઢા પાડોસી નાજાભાઈ ગાંગાભાઈ જોટાની બાજુનું ખેતર 7 મહિના પહેલાં લીધું હતું. આ ખેતરમાં જવાનો રસ્તો નાજાભાઈના ખેતરમાં થઈ જતો હોય રસ્તાં બાબતે મનદુખ ચાલતુ હતું આથી નાજાભાઈએ ડે. ક્લેક્ટરમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં નાજાભાઈ અરજી અગ્રાહ્ય રાખવામાં આવી હતી અમારે ખેતર તૈયાર કરવાનું હોય માઢ હાંકવા હું મારા કાકા પીઠરામભાઈ, કાકા જઠસુરભાઈ, નાનોભાઈ વિક્રમ ટ્રેક્ટર લઈ જતાં હતાં ત્યારે રસ્તો ન હોય નાજાભાઈની વાડીમાંથી નીકળતાં રસ્તા બાબતના મનદુખ રાખી હુમલો કરાતાં મારા કાકા પીઠરામભાઈ રાયમલભાઈ ગાંગણાની હત્યા કરી નાખવામાં આવી હતી. જયારે અમને ગંભીર ઈજા પહોંચાડી હતી.
હત્યામાં ઝડપાયેલા આરોપીઓ
ભુપતભાઈ બાબુભાઈ જોટા, સોમાતભાઈ બાબુભાઈ જોટા, દેવદાનભાઈ રાજાભાઈ જોટા, નાજાભાઈ ગાંગાભાઈ જોટા રાવતભાઈ નાજાભાઈ જોટા, જીતુભાઈ નાજાભાઈ જોટા, જનકભાઈ દેવદાનભાઈ જોટા, હમીરભાઈ દેવદાનભાઈ જોટા, હઠીસિંહ દેવદાનભાઈ જોટા, બહાદુરભાઈ ઉર્ફે ભાવેશભાઈ ભુપતભાઈ જોટા, જગદીશભાઈ ભુપતભાઈ જોટા, મીણુબેન નાજાભાઈ જોટા, મંજુબેન ભુપતભાઈ જોટા, જહીબેન દેવદાનભાઈ જોટા, દક્ષાબેન જીતુભાઈ જોટા, એમ 4 મહિલા સહિત 16 વિરૂદ્ધ એકસંપ કરી ગેરકાયદેસર મંડળી રચી હત્યા કર્યાનો ગુનામાં કેશોદ પોલીસ ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.