ભાજપના 26 અને કોંગ્રેસના 7 એમ 44 પૈકી કુલ 33 હાજર રહ્યા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
વેરાવળ ભાજપ શાસિત નગરપાલિકા ની જનરલ બોર્ડ મિટિંગ નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, ચીફ ઓફિસર પાર્થિવભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.આ તકે ભાજપના 26 નગરસેવકો હાજર, 2 ગેરહાજર, 3 રજા પર રહ્યા હતા તેમજ કોંગ્રેસના 6 હાજર 7 રજા રિપોર્ટ કુલ 44 પૈકી 33 નગરસેવકો હાજર રહ્યા હતા.
- Advertisement -
જેમાં ગત મિટીંગનો આહેવાલ કાયમ કરવા ,નગરપાલિકા વિસ્તારમાં આવેલ ભુગર્ભ ગટર પૈકી ફેઝ-1ના ભાગની મેઇન્ટેનન્સની કામગીરીને બહાલ કરવા , વિવિધ શાખાઓમાં આઉટસોર્સથી મેનપાવર સપ્લાય કરવા માટે નિર્ણય કરવા ,સ્ટ્રીટલાઇટ શાખા દ્વારા આવેલ રીપોર્ટ મુજબ હાઇમાસ્ટ ટાવરના નિર્ણય કરવા , નગરપાલિકાની કામગીરીમાં પ્રમુખ દ્વારા કરવામાં આવેલા વિવિધ પ્રકારના નિર્ણયોને બહાલ કરવા, ઝાલેશ્વર વિસ્તારમાં હાઇમાસ્ટ ટાવરના ફાઉન્ડેશનમાં વધારાનો ખર્ચ રૂા.40,000/- મંજુર કરવા , વોર્ડ નં-1માં હરસિધ્ધી સોસાયટી ફાટક થી ગંગાનગર સુધીના રોડ પર કઊઉ સ્ટ્રીટલાઇટના કામનો નિર્ણય થયેલ તે કામ રદ કરવા , નવા વિકસીત વિસ્તારમાં પીવાના પાણીની લાઇન ફીટ કરવા 15માં નાણાપંચની સને 2022-23ના પ્રથમ હપ્તાની ટાઇડ ગ્રાંન્ટ રૂા.1,92,43,922/- માંથી રૂમ.46,98,170/-નો ખર્ચ મંજુર કરવા ,મ્યુની એન્જીના આવેલ રીપોર્ટ મુજબ સોમનાથ ખાતેના વેચાણ કેન્દ્રના કામે વધારાના ખર્ચની રકમ બાબતે નિર્ણય કરવા ,વોર્ડ નં – 5 અને 6 તથા હરસિધ્ધી સોસાયટી વિસ્તારમાં આવતા વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી કરવા , શહેરના જુદા જુદા વિસ્તારોમાં સી.સી.રોડ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ તથા રીટેનીંગ વોલના કામે વધારાનો ખર્ચ મંજુર કરવા, નગરપાલિકા વિસ્તારમાં વિજ પરીવહન માટે કેબલ સ્ટ્રેન્ચની કામગીરી થયા બાદ સ્ટ્રેન્ચમાં ફીટ કરવામાં આવતા કેબલના ભાડા નિયત કરવા વર્ષ 2025 – 26નું બજેટ મંજુર કરવા ,અધ્યક્ષ સ્થાનેથી નગરપાલિકા વિસ્તારમાં આવેલ કોમ્યુનીટી ટોઇલેટ અને પબ્લીક ટોઇલેટની સાફસફાઇ માટે વિચારણા કરવા,નામ ગુજરાત હાઇકોર્ડમાં નગરપાલિકાના કેસોમાં એડવોકેટ બાબતે ચર્ચા કરવા વગેરે એજન્ડાને કોંગ્રેસના વિરોધ વચ્ચે બહુમતી થીપસારકરાયાહતા.
વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાનું વર્ષ 2025- 26નું 110 કરોડનું બજેટ મંજૂર
વેરાવળ- પાટણ સંયુક્ત નગરપાલિકાનું વર્ષ 2025-26 માટે રૂ.11.27 કરોડનું પુરાંતવાળુ રૂ.110 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું.આગામી સમયમાં ચોપાટીના વિકાસ માટે ફેસ – 2ની કામગીરી 8 કરોડના ખર્ચે કરવામાં આવશે.ઉપરાંત નમસ્તેથી ટાવર ચોક સુધીના રોડને આઇકોનિક રોડ બનાવી વાઇડનિંગની કામગીરી તેમજ ભૂગર્ભ ગટરના કનેકશન શહેરી વિસ્તારોમાં આપવામાં આવશે.પાલિકા કચેરીના સભાખંડમાં મળેલ બજેટ બેઠકમાં ભાજપના 26,કોંગ્રેસના 6 નગરસેવકો સહિત 32 નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે 2 નગરસેવક ગેરહાજર અને 10 નગરસેવકોએ રજા રિપોર્ટ મૂક્યો હતો.



