પ્રતિબંધ પ્લાસ્ટિક મુદ્દે 45 વેપારીને નોટિસ સાથે 1 લાખનો દંડ વસુલ્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
- Advertisement -
જૂનાગઢ શિવરાત્રી મેળો પૂર્ણ થયા બાદ મહાનગર પાલિકા દ્વારા ભવનાથ વિસ્તારની 57 એકર જમીનમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરીને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભવનાથ વિસ્તારમાં 57 એકરની જમીનમાં રોડની બંને બાજુ,ડીવાઈડર,ભવનાથ ક્ષેત્રની નાકા ગલીઓ, પાર્કિંગ વગેરે સ્થળોમાં સઘન સફાઈ ઝુંબેશમાં ત્રણ ટ્રેક્ટરની મદદથી સફાઈ શરૂ કરવામાં આવેલ જેમાં જંતુનાશક પાવડરનો છંટકાવ કરવામાં આવેલ છે.અને અત્યાર સુધીમાં 156 ટન જેટલો કચરાનો નિકાલ કરવામાં આવેલ છે.
ભવનાથ ક્ષેત્રમાં ઇકો સેન્સીટીવ ઝોન લાગુ પડેલ હોય છતાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ચાલુ રખાતા 45 ધંધાર્થીઓને નોટીસ પાઠવવામાં આવેલ તેમજ પ્લાસ્ટિકનો વપરાશ અટકાવવામાં અંદાજીત રૂ.1,05,300 નો દુકાનધારકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો તેની સાથે શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેંચાણ અર્થેનું ગોડાઉન માંથી આશરે 84 કટ્ટા (આશરે 1500 કિલોગ્રામ)ના ઝબલા જપ્ત કરવામાં આવ્યા.