મનપાના વર્ષ 2024-25ના બજેટમાં સૂચવેલા વિકાસકામો ન થતા ધારાસભ્ય ઉદય કાનગડે પત્ર લખી રજૂઆત કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેર વિધાનસભા -68 કે જે સામાકાંઠા વિસ્તાર તરીકે ઓળખાય છે અને જે વિકાસથી વંચિત રહ્યો છે. તેના માટે રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ 2024-25ના બજેટમાં રસ્તા, બ્યુટીફિકેશન, વોકળાનું કામ, સ્પોર્ટસ સંકુલ જેવા અનેક વિકાસકામો સૂચવ્યા હતા જેને દોઢ વર્ષ વીત્યા છતા ન થતા ધારાસભ્ય ઉદય કાનગડે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. મૃતદેહને અગ્નિદાહ આપવાના પ્રસંગે લોકોને દૂરના સ્મશાનો સુધી જવું પડે છે. આ સમસ્યાના ઉકેલ માટે વોર્ડ નં.4 માં જય જવાન જય કિસાન સોસાયટીની પાછળ નદી કાંઠે નવું સ્મશાન બનાવવા રજુઆત કરવામાં આવેલ છે, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી.
દેવપરા વિસ્તારથી નજીક આજી જીઆઈડીસીનો બહુ મોટો ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલ છે. તેના કારણે 80 ફૂટના રોડ પર વારંવાર ટ્રાફીક સમસ્યા સર્જાય છે, આ સમસ્યા નિવારવા માટે દેવપરા 80 ફુટના રોડ ઉપર આજી નદી પર બ્રીજ બનાવી આજી જી.આઈ.ડી.સી.ના રોડ સાથે જોડવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવેલ છે. આમ છતાં આ અંગે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.
હાલ ચોમાસાની ઋતુ ચાલુ થઈ ગયેલ છે સામાન્ય રીતે ચોમાસુ શરૂ થતાં પહેલા પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત શહેરના વોકળાઓ, વરસાદ પાણીના નિકાલની ગટરો, મુખ્ય ડ્રેનેજ લાઈનો અને મેઈન હોલ તથા સરકારી મકાનોમાં અગાસી વગેરે સાફ કરાવવાની હોય છે. જે હજુ
થઈ નથી.
વિધાનસભા-68નો વિસ્તાર મહદઅંશે ગરીબ અને પછાત વર્ગના લોકોનો વસવાટ છે. જેના બાળકોને આંગણવાડીનો લાભ મળે તો તેની આરોગ્ય અને શિક્ષણની સુવિધા મળી શકે. પરંતુ અપૂરતી આંગણવાડીના કારણે આ લોકોના બાળકોને આંગણવાડીની સુવિધાથી વંચિત રહે છે તો વિધાનસભા-68ના તમામ વિસ્તારમાં જરૂરીયાત મુજબ આંગણવાડી ઉભી કરવી.
- Advertisement -
1. કુવાડવા રોડ રીસરફેસ કરી બ્યુટીફીકેશન કરવું
2. પેડક રોડ બ્યુટીફીકેશન કરી ગૌરવ પથ બનાવવો.
3. વોર્ડ નં.15માં લાખાજીરાજ ઉદ્યોગનગર પાસેના નાલા દૂર કરી નવા નાલા બનાવવા
4. વોર્ડ નં. 5માં પેડક રોડથી સંત કબીર રોડ સુધી વોકળામાં રીટેઈનીંગ વોલ કરવી
5. વોર્ડ નં.15માં અમુલ સર્કલથી નેશનલ હાઈવે સુધીનો 80 ફૂટનો રોડ ડેવલોપ કરવો
6. મોરબી રોડ ઉપર ટી.પી. સ્કીમ નં.12,13માં અદ્યતન સુવિધા સહિતનું સ્પોર્ટસ સંકુલ બનાવવું
7. પ્રદ્યુમન પાર્ક ઝૂ પાસે આવેલા લાલપરી તથા રાંદરડા તળાવ ડેવલોપમેન્ટ કરવું
8. કુવાડવા રોડ નેશનલ હાઈવે સીકસ લેન પુરો થયેલ છે, તેમાં બંને સાઈડમાં સર્વિસ રોડ નથી. તેથી આ નેશનલ હાઈવે પર બંને સાઈડમાં સર્વિસ રોડ કરવો
9. બેડી ચોકડી પાસે મોરબી રોડ પર ઓવરબ્રીજ બનાવવો
10. ઈસ્ટ ઝોનમાં યોગ્ય જગ્યાએ સુવિધાયુકત પાર્ટી પ્લોટ બનાવવો
11. વોર્ડ નં. 6માં કનક નગરમાં આવેલ મહારાણા પ્રતાપ કોમ્યુનિટી હોલનું રી-ડેવલોપમેન્ટ કરવું
12. વોર્ડ નં. 16માં વિવેકાનંદ નગરથી આજી નદી સુધીનો ટી.પી. રોડ ડેવલોપ કરવો.
13. ટી.પી. સ્કીમ નં. 14,15,17,18 તથા 31માં બાકી રહેતા ટી.પી. રોડ પર ડ્રેનેજનું કામ પૂર્ણ કરવું
14. કુવાડવા રોડથી સંત કબીર રોડ સુધીનો જુનો આડો પેડક રોડ ડામર રી-કારપેટ કરવો.
15. વોર્ડ નં. 6માં વોર્ડ ઓફીસનું નવું બિલ્ડિંગ બનાવવું
16. શિવધારા સોસાયટી પાસે આવેલી શાળા નં.99નું નવું બિલ્ડિંગ બનાવવું