લોહાનગર રેલવે ટ્રેક પાસે એલસીબી ઝોન 2નો દરોડો
ખાસ-ખબર સંવાદદાતા
શહેરમાં દારૂૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે એલસીબી ઝોન 2ની ટીમે બાતમી આધારે લોહાનગરમાં રેલવે ટ્રેક પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતી એક મહિલા સહિત 15ની ધરપકડ કરી 42 હજારની રોકડ કબજે કરી છે.
રાજકોટ એલસીબી ઝોન 2ના પીએસઆઈ એચ આર ઝાલા અને ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફના રાહુલભાઈ ગોહેલ અને જયપાલસિહ સરવૈયાને મળેલી બાતમી આધારે લોહાનગર રેલવે ટ્રેક પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર અંત પ્રહલાદભાઈ રમેશભાઈ ડાંગર, જાયેશભાઈ જગદીશભાઇ વ્યાસ, ભરતભાઇ કાંતિભાઈ અગ્રાવત, અશ્ર્વિનભાઈ બાબુભાઇ મકવાણા, સુનિલભાઈ પંચાભઈ ભાસ્કર, આકાશભાઈ પ્રવીણભાઈ દક્ષિણી, પાર્થ સાવજીભાઈ પટેલ, બકુલ રમેશભાઈ પૂજારા, હર્ષદભાઈ ભાનુભાઇ ડાંગર, રાજેશભાઇ દિનેશભાઈ ગોહેલ, ચંદ્રેશભાઈ ચેતનભાઈ ચૌહાણ, હિરેન્ભાઈ ભીખુભાઈ રામાવત, દિપકભાઈ હરિભાઇ ગોસ્વામી, અમિતભાઈ જયંતીભાઈ કાંજીયા અને અનિતાબેન સાગરભાઈ કણસાગળીયાની ધરપકડ કરી 42,400 રોકડ કબજે
કર્યા હતા.
- Advertisement -