રોટરી ક્લબ અને ઇનરવ્હીલ ક્લબના સયુંકત ઉપક્રમે આયોજન કરાયું
ખાસ-ખબર ન્યૂઝ વેરાવળ, તા.17
- Advertisement -
વેરાવળમાં ઇનરવ્હીલ ક્લબ, રોટરી ક્લબ અને આદિત્ય બિરલા હોસ્પિટલના સહયોગથી આદિત્ય બિરલા હોસ્પિટલના કમ્પાઉન્ડમાં દિવ્યાંગ લોકોને નિ:શુલ્ક કૃત્રિમ હાથ લગાવી આપવા માટેનો કેમ્પ યોજાયો હતો.જે લોકો એ અકસ્માતે કે અન્ય રીતે પોતાનો હાથ ગુમાવ્યો હોય તેમને માટે પ્રોસ્થેટિક હેન્ડ લગાવી આપવામાં આવ્યા હતા.આ સેવાનો લાભ લેવા માટે લગભગ 60 જેટલા લોકોએ પોતાનું નામ નોંધાવ્યું હતું જેમાંથી આજરોજ 15 જેટલા લાભાર્થીઓને હાથ ફીટ કરી આપવામાં આવ્યા હતા.આ તકે આયોજકોએ જણાવ્યું હતું કે આ કૃત્રિમ હાથની મદદથી માત્ર દર્દી જ નહિ પરંતુ તેના પરિવારજનોને પણ ફાયદો થશે કારણ કે જે લોકોને હાથ ન હોઈ તેમની કાળજી લેવા માટે તેમના પરિવારજનો પણ તેમનું ધ્યાન રાખતા હોય છે.
જેથી આ હાથ લાગવાથી તેઓ મોટા ભાગના કામ હાથે કરી લેશે જેને લીધે તેમના પરિવારજનોની પણ ચિંતા ઓછી થશે.આ ઉમદા કાર્ય માં રોટરી ક્લબ ઓફ અમદાવાદ નોર્થ ના દેવીદાસભાઈ નુ માર્ગદર્શન અને સહકાર મળેલ હતું.જ્યારે ટેકનિકલ પર્સન તરીકે અમદાવાદથી જગન્નાથ ભાઈની ટીમ જોડાઇ હતી. આ આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે રોટે.હિતેશભાઈ ચુડાસમા , રોટે. જીતેન્દ્રભાઈ ભાનુશાળી, તથા ઇનરવ્હીલ ક્લબના પ્રમુખ વીણાબેન , જયશ્રીબેન, પારૂલબેન, ગીતાબેન વગેરે એ જહેમત ઉઠાવી હતી.આ તકે રોટરી ક્લબ વેરાવળના પ્રમુખ દીપકભાઈ વઢવાણા, સેક્રેટરી હિતેશ ચુડાસમા પણ જોડાયા હતા.