ખાસ-ખબર સંવાદદાતા
ગોંડલ શહેર અને પંથકમાં છેલ્લા થોડા સમયથી આપધાત કરી જીવન ટૂંકાવી લેવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થયો છે. પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો જોઇએ તો 18 દિવસમાં 2 મહિલા અને 1 તરૂણ સહિત કુલ 15 વ્યક્તિએ જીવનનો અંત આણી લીધો છે. એક યુવાનને તેની પૂર્વ પત્નીએ સોશિયલ મીડિયાના માધ્યમથી ટોણો મારતાં લાગી આવતાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તમામ બનાવો પરથી એક બાબત એ ફલિત થાય કે યુવાનોમાં પ્રેમમાં નિષ્ફળતા કે લગ્ન સંબંધમાં લાગણીનો અભાવ કે પછી આર્થિક ભીંસની બાબતમાં ધીરજથી કામ લેવાની આવડતનો અભાવ જોવા મળી રહ્યો છે.
ગોંડલમાં 18 દિવસમાં 15 લોકોએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું!
