રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કહ્યું હતું કે અમે ભેગા થઈને ભાજપને હરાવવા જઈ રહ્યા છીએ. દેશમાં બે વિચારધારાઓનું યુદ્ધ ચાલી રહ્યું છે.એક કોંગ્રેસની ‘ભારત જોડો’તો બીજી ભાજપ-RSSની ‘ભારત તોડો’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુએસ પ્રવાસનો છેલ્લો દિવસ છે. તેઓ આવતીકાલે ઇજિપ્ત જવા રવાના થશે. બીજી તરફ આજે પટનામાં વિપક્ષી દળોની ભવ્ય બેઠકનું આયોજન થયું છે જેના માટે વિપક્ષી નેતાઓ ત્યાં એકઠા થયા છે. હાલ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો મુકાબલો કરવા માટે તમામ વિપક્ષી દળોને એક કરવામાં વ્યસ્ત છે. આ મેગા બેઠકમાં બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીને આ માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી. આ સાથે જ રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ જયંત ચૌધરી પણ આ બેઠકમાં ભાગ લેશે નહીં.
- Advertisement -
ભેગા થઈને ભાજપને હરાવવા જઈ રહ્યા છીએ- રાહુલ ગાંધી
પટનામાં વિપક્ષી દળોની પહેલી મોટી બેઠક મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને શરૂ થઈ ગઈ છે જેમાં બેઠકમાં 15 પક્ષોના નેતાઓ પહોંચી ગયા છે. જેમાં ભાજપ સામે લડવા માટે રોડમેપ તૈયાર કર્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે શુક્રવારે સવારે પટના પહોંચ્યા હતા. રાહુલ અને ખડગે સૌથી પહેલા એરપોર્ટથી સીધા કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચ્યા. અહીં રાહુલે કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કહ્યું હતું કે અમે ભેગા થઈને ભાજપને હરાવવા જઈ રહ્યા છીએ. દેશમાં બે વિચારધારાઓનું યુદ્ધ ચાલી રહ્યું છે. એક તરફ કોંગ્રેસની ‘ભારત જોડો ‘ની વિચારધારા છે તો બીજી તરફ ભાજપ-આરએસએસની ‘ભારત તોડો’ છે.
LIVE: Address to Congress Workers | Patna, Bihar https://t.co/cnb5BKMkge
— Rahul Gandhi (@RahulGandhi) June 23, 2023
- Advertisement -
ચૂંટણીની રણનીતિ ઘડવા માટે 15 પક્ષો ભેગા
આજે સવારે 11 વાગ્યે પટનામાં વિપક્ષની સામાન્ય સભા, 2024ની ચૂંટણીની રણનીતિ ઘડવા માટે 15 પક્ષો ભેગા થશે. ભાજપ સામે 15 પક્ષો એક થઈને 153 લોકસભા બેઠકો ધરાવે છે, જ્યારે એકલા ભાજપ પાસે 303 લોકસભા બેઠકો છે. વિપક્ષી એકતાના અભિયાનમાં સામેલ પક્ષોમાં કોંગ્રેસને સૌથી વધુ 53 બેઠકો મળી છે. આરજેડી, સીપીઆઈએમએલ અને પીડીપી સહિત ત્રણ પક્ષો એવા છે જેમની પાસે લોકસભાની એક પણ સીટ નથી. આ સિવાય 11 અન્ય પક્ષો પાસે 100 બેઠકો છે.
#WATCH | There is a war of ideology going on in India. On one side is Congress party's 'Bharat Jodo' ideology and on the other RSS and BJP's 'Bharat Todo' ideology …Congress party's DNA is in Bihar, says Congress leader Rahul Gandhi to party workers in Bihar's Patna pic.twitter.com/XRov71pSB6
— ANI (@ANI) June 23, 2023
વિપક્ષે એક થઈને ભાજપને હરાવવું જોઈએ
વિપક્ષી એકતા માટે પોતાના સ્વાર્થની અવગણના કરીને કેન્દ્રમાં ભાજપને હરાવવાની કાળજી લેવી જોઈએ તે અંગે ચર્ચા થશે. દેશના સળગતા પ્રશ્નો અંગે વિપક્ષના હોદ્દેદારો પોતાના મંતવ્યો રજૂ કરશે મુખ્યમંત્રીના પ્રારંભિક સંબોધનથી શરૂ થનારી આ સામાન્ય સભામાં દેશના સળગતા પ્રશ્નો અંગે વિપક્ષના હોદ્દેદારો પોતાનો અભિપ્રાય રજૂ કરશે. આ ક્રમમાં મોંઘવારી, બેરોજગારી, ધાર્મિક ઉન્માદને વેગ આપવા અને બંધારણીય સંસ્થાઓ પર ભાજપના કબજા અંગે વિશેષ ચર્ચા થશે. સમગ્ર દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા અંગે પણ ચર્ચા થશે.
#WATCH | Congress leader Rahul Gandhi leaves for Patna from his residence in Delhi to attend the #OppositionMeeting pic.twitter.com/n4MxQ4uF2w
— ANI (@ANI) June 23, 2023
દેશને બચાવવા માટે વિપક્ષનું એક થવું જરૂરી
દેશને બચાવવા માટે વિપક્ષનું એક થવું કેટલું જરૂરી છે તે જણાવવામાં આવશે. જો વાત આગળ વધશે તો કન્વીનરનું નામ પણ નક્કી કરવામાં આવશે.પટનામાં વિપક્ષી એકતાની સામાન્ય સભા યોજવાનો પ્રસ્તાવ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આપ્યો હતો. આ સામાન્ય સભાની તારીખ નક્કી થયા બાદ રાહુલ ગાંધી દેશમાં ન હોવાના કારણે તેને સ્થગિત કરવી પડી હતી. તેમના આગમન બાદ સામાન્ય સભાની નવી તારીખ નક્કી કરવામાં આવી હતી. જો બધુ બરાબર પાર પડશે તો વિપક્ષી એકતાની ઝુંબેશને વધુ આગળ લઈ જવા માટે આ સામાન્ય સભામાં સંયોજકનું નામ પણ નક્કી કરવામાં આવશે તેવી અપેક્ષા છે.
15 વિપક્ષી પાર્ટીઓ પાસે લોકસભામાં 150 થી વધુ સીટો
પટનામાં ભાજપ સામે 15 પક્ષો એક થઈને 153 લોકસભા બેઠકો ધરાવે છે, જ્યારે એકલા ભાજપ પાસે 303 લોકસભા બેઠકો છે. વિપક્ષી એકતાના અભિયાનમાં સામેલ પક્ષોમાં કોંગ્રેસને સૌથી વધુ 53 બેઠકો મળી છે. આરજેડી, સીપીઆઈએમએલ અને પીડીપી સહિત ત્રણ પક્ષો એવા છે જેમની પાસે લોકસભાની એક પણ સીટ નથી. આ સિવાય 11 અન્ય પક્ષો પાસે 100 બેઠકો છે. તેમાંથી સૌથી વધુ 24 સીટો ડીએમકે પાસે છે. આ સિવાય મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ પાસે 23, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથ પાસે 19 અને યજમાન JDU પાસે 16 લોકસભા બેઠકો છે.