સોમાલિયાના તટ પરથી જહાજ હાઈજેક થવાના સમાચાર આવ્યા જેમાં 15 ભારતીય લોકો સવાર હતા. તો બીજી તરફ યમનના હૂતી વિદ્રોહીઓ લાલ સમુદ્રમાં સતત જહાજોને નિશાન બનાવી રહ્યા છે.
આફ્રિકન દેશ સોમાલિયાના તટ પરથી એક જહાજ માલવાહક હાઈજેક થવાના સમાચાર સામે આવ્યા છે. સાથે જ માહિતી મળી રહી છે કે આ જહાજ પર 15 ભારતીય લોકો સવાર હતા. આ હાઈજેકને સૂચના મળ્યા બાદથી ભારતીય નૌસેના એક્શન મોડમાં આવી ગઈ છે અને નૌસેનાએ આ વિશે એક અપડેટ પણ જારી કર્યું છે.
- Advertisement -
ભારતીય નૌકાદળને ગઈકાલે સાંજે જહાજના હાઈજેકની માહિતી મળી હતી. રિપોર્ટ અનુસાર આ જહાજ લાઈબેરિયાનો ધ્વજ લહેરાય રહ્યો છે અને તેનું નામ ‘એમવી લીલા નોરફોક’ છે. જહાજ પર 15 ભારતીય ક્રૂ મેમ્બર છે.
Cargo Ship with 15 Indians on board hijacked near Somalia, Indian Navy keeping a close watch
Read @ANI Story | https://t.co/wMlaaG918J#IndianNavy #Somalia pic.twitter.com/wdNzEfvz9e
- Advertisement -
— ANI Digital (@ani_digital) January 5, 2024
તો બીજી તરફ અમેરિકાની ચેતવણીની હૂતી વિદ્રોહીઓ પર કોઈ અસર થઈ નથી. અમેરિકી નૌસેનાએ જણાવ્યું હતું કે વિસ્ફોટકોથી ભરેલું માનવરહિત સપાટી પર ડ્રોન (Unmanned Surface Drone) વડે ગુરુવારે એક જહાજ પર હુમલો કર્યો. પરંતુ તેનાથી કોઈ નુકસાન કે જાનહાનિ થઈ નથી. યમન સ્થિત ખતરનાક હૂતી જૂથને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેની કોઈ અસર થતી દેખાતી નથી.
તાજેતરના સમયમાં પહેલીવાર એવું બન્યું છે કે હૂતીઓએ હુમલામાં યુએસવીનો ઉપયોગ કર્યો હોય. એક્સપર્ટ અનુસાર “યુએસવીનો ઉપયોગ સાઉદી ગઠબંધન દળો સામે અગાઉની લડાઇ દરમિયાન કરવામાં આવ્યો હતો. તેનો ઉપયોગ આત્મઘાતી ડ્રોન બોટ તરીકે થાય છે, જેમાં ટક્કર પછી વિસ્ફોટ થાય છે.”