પાઇપલાઇનમાં લીકેજથી પીવાના પાણીમાં ભળ્યું દૂષિત પાણી: NHRCએ રિપોર્ટ માગ્યો, આજે હાઈકોર્ટમાં સુનવણી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.02
- Advertisement -
ઇન્દોરના ભાગીરથપુરામાં મૃત્યુઆંક 15 થઈ ગયો છે. મહિલાનું નામ ગીતાબાઈ (68) છે. 16 બાળકો સહિત 201 લોકો અલગ-અલગ હોસ્પિટલોમાં દાખલ છે. તમામ 15 લોકોનો જીવ દૂષિત પાણીના કારણે જ ગયો છે. ગુરુવારે મહાત્મા ગાંધી મેમોરિયલ મેડિકલ કોલેજના લેબ રિપોર્ટથી તેની પુષ્ટિ થઈ ગઈ. ઈખઇંઘ ડો. માધવ હસાનીએ કહ્યું- સેમ્પલના તપાસ રિપોર્ટમાં સ્પષ્ટપણે પુષ્ટિ થઈ છે કે દૂષિત પાણી પીવાથી જ લોકો બીમાર પડ્યા અને તેમનો જીવ ગયો. કલેક્ટર શિવમ વર્માનું કહેવું છે કે ડિટેલ્ડ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. મેડિકલ કોલેજમાં કલ્ચર ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યો છે. તેનો રિપોર્ટ આવ્યા પછી જ કંઈ કહેવું યોગ્ય રહેશે. તે જ સમયે, શહેરી પ્રશાસન મંત્રી કૈલાશ વિજયવર્ગીયે પણ સ્વીકાર્યું કે ભાગીરથપુરાના પીવાના પાણીમાં સીવેજનું પાણી ભળવાથી સ્થિતિ બગડી છે. તેમણે કહ્યું- મને લાગે છે કે ચોકી પાસે જે લીકેજવાળી જગ્યા છે, ત્યાં જ તેની સૌથી મુખ્ય આશંકા છે. બીજી તરફ, રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (ગઇંછઈ) એ આ મામલે સંજ્ઞાન લીધું છે. આયોગે મધ્ય પ્રદેશ સરકારના મુખ્ય સચિવને નોટિસ જારી કરીને બે અઠવાડિયાની અંદર વિસ્તૃત રિપોર્ટ આપવા જણાવ્યું છે. આ મુદ્દે આજે હાઈકોર્ટમાં પણ બપોરે 12 વાગ્યા પછી સુનવણી થઈ શકે છે. જબલપુરની બે સભ્યોની બેન્ચ ઓનલાઈન સુનવણી કરશે. કોર્ટે સરકાર પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે.
દૂષિત પાણીમાં કોલેરા જેવા ઘાતક બેક્ટેરિયા
નિષ્ણાતોના મતે દૂષિત પાણી એટલે તેમાં બેક્ટેરિયા હોવા, પરંતુ કયા બેક્ટેરિયાએ અસર કરી, તેના માટે ખાસ (કલ્ચર) તપાસ થાય છે. ડ્રેનેજના પાણીમાં ઘણા પ્રકારના તત્વો હોય છે. તેમાં ટોયલેટમાંથી નીકળતો મળ-મૂત્ર, બાથરૂમમાં નહાવાનો, કપડાં ધોવાનો સાબુ, પાવડરનું પાણી પણ હોય છે. આ ઉપરાંત વાસણ ધોવાના સાબુ, પાવડર, ફ્લોર સાફ કરવાનું લિક્વિડ, કેમિકલ પણ હોય છે. આ બધો કચરો ડ્રેનેજમાં ભળી જાય છે. આવા જ વિસ્તારમાં જો કોમર્શિયલમાં કેમિકલ સંબંધિત કચરો પણ હોય તો આ બધું ભળીને ઘાતક બની જાય છે. પછી જો આ પીવાના પાણીની લાઇનમાં ભળી જાય તો વધુ ઝેરી બની જાય છે. આવી સ્થિતિમાં પછી Shigella, Salmonella, Salmonella, Cholera (કોલેરા), Escherichia coli વગેરે બેક્ટેરિયા થાય છે. આમાંથી કોઈ એક બેક્ટેરિયા એવો હોઈ શકે છે, જેના કારણે આવી જીવલેણ સ્થિતિ સર્જાઈ.
- Advertisement -
મહિલા બોલી- હોસ્પિટલવાળા પૈસા માંગી રહ્યા છે
ભાગીરથપુરાની નિધિ યાદવ ખોળામાં બાળક લઈને હોસ્પિટલ પાસે બેબાકળી ફરી રહી હતી. તેની સાથે નણંદ પિંકી પણ હતી. કેટલાક નેતાઓએ બંનેને રોકવાનો પ્રયાસ કર્યો તો તેઓ નારાજ થઈ ગઈ. નિધિ કડક અવાજમાં બોલી- મારી 70 વર્ષની સાસુ રામલલી યાદવ 7 દિવસથી હોસ્પિટલમાં દાખલ છે. હોસ્પિટલવાળા સ્લિપ આપીને પૈસા માંગી રહ્યા છે. તેમની કિડની ફેલ થઈ ગઈ છે. તેમને કંઈ થઈ ગયું તો કોણ જવાબદાર હશે? આ બે લાખ રૂપિયા આપીને સાસુને પાછા લાવી આપશે શું અમને? અમારા પેટમાં દુખાવો છે, તેમ છતાં બાળકોને લઈને દોડી રહ્યા છીએ. મંત્રીજીને મળવા ગયા તો તેમના માણસોએ મળવા પણ ન દીધા.
CMHOએ જણાવ્યું- 201 દર્દી દાખલ, 32 ઈંઈઞમાં…71 ડિસ્ચાર્જ
CMHO ડો. માધવ હસાનીએ જણાવ્યું કે ગુરુવારે 1714 ઘરોનો સર્વે કરવામાં આવ્યો. 8571 લોકોની તપાસ કરવામાં આવી. 338 દર્દીઓને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી. આજ સુધી કુલ 272 દર્દીઓને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 71 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં, હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની સંખ્યા 201 છે. આમાંથી 32 ICU માં છે.



