જૂનાગઢ રેન્જ સ્કોવોર્ડનો સપાટો, દારૂના બુટેલગરોમાં ફફડાટ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
- Advertisement -
જૂનાગઢ રેન્જ આઈજી સ્કોવોર્ડની ટીમે પ્લાસવાની સીમમાંથી 60.34 લાખનો 376 પેટી વિદેશી દારૂ પકડી પાડતા ભૂટલેગરોમાં હલચલ મચી ગઈ હતી. કાર્યવાહી દરમિયાન જૂનાગઢનો બુટલેગર ટ્રક લઈ નાસી છૂટતા તપાસ હાથ ધરી હતી. જૂનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષકની કચેરી, ક્રાઇમ શાખાના પીએસઆઈ જી કે ઠાકર, પીએસઆઇ સી.એમ.ચાવડા, એએસઆઈ ગીરૂભા વાઘેલા, એસ.વી.મારુ, બી.કે.ઓડેદરા, પ્રવીણભાઈ મોરી અને જગદીશ સહીત સ્ટાફ સાથે આઈજી નિલેશ જાયંડિયાની સૂચનાથી ગુરૂવારે સવારે 8:30 વાગે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન જૂનાગઢના સંજયનગરમાં રહેતો સકેશ લાખાભાઈ કોડીયાતર જુનાગઢ તાલુકાના પ્લાસવા ગામની પશ્ચિમે આવેલ અવાવરુ વિસ્તારમાં દારૂના જથ્થાનું કટીંગ કરી રહ્યો હોવાની બાતમી મળતા તાત્કાલિક તે જગ્યાએ દોડી જઈ ભાતમીવાળી જગ્યાએથી થોડે દૂર વાહન ઉભું રાખી રેઇડ પાડી હતી. પરંતુ પોલીસને જોઈ રાકેશ લાખા કોડીયાતર જીજે 07 ટીપુ 2861 નંબરનો ટૂંક લઈ ખુલ્લી જગ્યાનો લાભ લઈ નાસી ગયો હતો. સ્થળ પરથી રૂપિયા 60,34,800ની કિંમતના ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની 376 પેટી કુલ બોટલ 14,916 મળી આવતા કબજે લીધી હતી અને રાકેશ લાખા વિરુદ્ધ જૂનાગઢ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. જેની તપાસ તાલુકા પીઆઈ આર. પી. વણઝારાએ હાથ ધરી હતી.



