રાજયમાં શેરીથી માંડીને હાઈવે ઉપર ખડકાયેલા અનઅધિકૃત ધાર્મિક સ્થળો-બાંધકામો મામલે હાઈકોર્ટે રાજય સરકાર પાસે જવા માંગ્યો છે. જાહેરસ્થળોના અનઅધિકૃત ધાર્મિક દબાણો સામે હાઈકોર્ટે જ સુઓમોટો અરજી દાખલ કરી હતી. ગુજરાતમાં ગમે ત્યાં- જાહેર સ્થળો પર જુદા-જુદા ધર્મોના ખડકાઈ જતા અનઅધિકૃત બાંધકામના વિવાદમાં હાઈકોર્ટે ઝંપલાવ્યું હોય તેમ અરજીમાંં સ્વયંસંજ્ઞાન લીધુ છે. હાઈકોર્ટમાં અરજી અંતર્ગત રાજયમાં 14330 ગેરકાયદે ધાર્મિક દબાણો-બાંધકામ હોવાનું જણાવવામાં આવ્યુ છે.
આ મામલે હાઈકોર્ટ દ્વારા એટર્ની જનરલને તીખી ટકોર કરીને જવાબ માંગવામાં આવ્યો છે. આગામી સુનાવણીમાં સરકારના જવાબદાર મીટ રહેશે. ધાર્મિક દબાણો ગેરકાયદે હોવા છતાં ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચવાની કે કોમી લાગણી ઉશ્કેરાવાની આશંકાથી તંત્ર કે સરકાર પાસે હાઈકોર્ટે જવાબ માંગ્યો છે.