2000થી વધુ રોજગારીની તકો સર્જાશે
ઉદ્યોગગૃહો ભરૂચ જિલ્લાની સાયખા GIDC તેમજ દહેજ GIDCમાં પોતાના એકમો શરૂ કરશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઈન ઇન્ડિયાના વિચારને સાર્થક કરતું વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના પૂર્વાર્ધ રૂૂપે મુખ્યમંત્રીના હસ્તે કેમિકલ ક્ષેત્રે 1401 કરોડના વધુ 4 ખજ્ઞઞ થયાં છે. આ રોકાણોના લીધે યુવાઓ માટે 2000થી વધુ રોજગારીની તકો પુરી પાડવામાં આવશે. ગુજરાત સરકારે વાયબ્રન્ટ સમિટ પૂર્વે બે કડીમાં કુલ 2761 કરોડના 10 ખજ્ઞઞ સંપન્ન કર્યા છે. આ ઉદ્યોગગૃહો ભરૂચ જિલ્લાની સાયખા ૠઈંઉઈ તેમજ દહેજ ૠઈંઉઈમાં પોતાના એકમો શરૂ કરશે.
આ એકમો શરૂૂ થવાથી કુલ 5 હજારથી વધુ સંભવિત રોજગારીની તકો આવનારા દિવસોમાં પ્રાપ્ત થશે. તદ્નુસાર, ટેક્ષટાઈલ સેક્ટરમાં- 1800, એન્જિનિયરીંગ સેક્ટરમાં- 700, ફાર્માસ્યુટીકલ સેક્ટરમાં-500 અને કેમિકલ સેક્ટરમાં-2285 જેટલા સંભવિત રોજગાર અવસરોનું સર્જન થશે. જેથી અનેક રોજગારીની તકો સર્જાતાં અન્ય રોકાણકારો પણ ગુજરાતમાં રોકાણ કરવા માટે આકર્ષિત થશે.
આ ઉપક્રમે બુધવારે (2 ઓગષ્ટ, 2023) ઈખ ભુપેન્દ્ર પટેલ, ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ખજ્ઞઞ સાઈનિંગ કાર્યક્રમની બે કડીમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના માટે કુલ 2761 કરોડના રોકાણોના 10 ખજ્ઞઞ સંપન્ન થયાં છે.
- Advertisement -
આ ઉપક્રમની બીજી કડી અનુસાર સાયખા અને દહેજ ૠઈંઉઈમાં 2024-25-26 સુધીમાં આ ઉદ્યોગો શરુ કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત ફ્લોરો કેમિકલ્સ દ્વારા દહેજ-2માં ₹ 50 કરોડના રોકાણ સાથે જે એકમ સ્થપાશે તે ઈલેક્ટ્રિક વાહનોની બેટરી કેમિકલ્સ તરીકે ઉપયોગમાં લેવાતા લિથિયમ હેક્ષાફ્લોરો ફોસ્ફેટનું ઉત્પાદન કરશે. આ ઉપરાંત સવિતા ગ્રીન ટેક લિમિટેડ સાયખા ૠઈંઉઈમાં 493 કરોડના રોકાણ સાથે પ્લાસ્ટિક બોટલ્સ રિસાયક્લીંગ પ્રોજેક્ટ શરૂૂ કરશે. હારક્રોસ કેમિકલ્સ પ્રાઈવેટ લિમીટેડ 300 કરોડના રોકાણો સાથે દહેજ-1માં સ્પેશિયાલીટી કેમિકલ્સ પ્લાન્ટ તેમજ આશુ ઓર્ગેનિક ઈન્ડીયા પ્રા. લિમીટેડ દહેજ-3માં 108 કરોડના રોકાણ સાથે ડાઈસ એન્ડ પિગ્મેન્ટ ઈન્ટરમિડીયેટ્સ ઉત્પાદન પ્લાન્ટ શરૂ કરવાના છે.
આ ખજ્ઞઞ સાઈનિંગ અવસરમાં મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, ૠઈંઉઈના એમડી રાહુલ ગુપ્તા, ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે તેમજ ઈન્ડેક્ષ-બીનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.