ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત ફરતે કોરોના વાયરસનો ભરડો દિવસેને દિવસે વધુ મજબૂત થતાં ભયાવહ સ્થિતિ સર્જાઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,350 નવા કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં 24 મે એટલે કે 226 દિવસ બાદ પ્રથમવાર કોરોનાના દૈનિક કેસે 3 હજારની સપાટી વટાવી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 1 મૃત્યુ અમરેલીમાં થયું હતું. નવા વર્ષના પ્રથમ પાંચ દિવસમાં જ રાજ્યમાં કુલ 8911 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે. એક્ટિવ કેસનો આંક 13 જૂન બાદ પ્રથમવાર 10 હજારને પાર થયો છે. રાજ્યમાં 1 જાન્યુઆરીએ 3927 એક્ટિવ કેસ હતા, જે હવે પાંચ દિવસમાં જ ત્રણ ગણા વધીને 10994 થઇ ગયા છે.
વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા હવે વધીને 32 થઇ ગઇ છે.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ 1637-ગ્રામ્યમાંથી 23 સાથે 1660 નવા કેસ સામે આવ્યા હતા. અમદાવાદમાં 18 મે બાદ કોરોનાઆ સૌથી વધુ દૈનિક કેસ છે. રાજ્યમાંથી અન્યત્ર સુરત શહેરમાં 630-ગ્રામ્યમાં 60 સાથે 690, વડોદરા શહેરમાં 150-ગ્રામ્યમાં 31 સાથે 181, રાજકોટ શહેરમાં 141-ગ્રામ્યમાં 18 સાથે 159, આણંદમાં 114, ગાંધીનગર શહેરમાં 59-ગ્રામ્યમાં 26 સાથે 85, ખેડામાં 84, કચ્છમાં 48, નવસારીમાં 47, ભાવનગર શહેરમાં 38-ગ્રામ્યમાં 2 સાથે 40, ભરૃચમાં 39, વલસાડમાં 34, પંચમહાલમાં 26, મોરબીમાં 25, જામનગર શહેરમાં 19-ગ્રામ્યમાં 1 સાથે 20, દેવભૂમિ દ્વારકામાં 17, મહેસાણામાં 13, દાહોદમાં 12, સાબરકાંઠામાં 10, જુનાગઢ શહેરમાં 8, અમરેલી-મહીસાગરમાં 7, સુરેન્દ્રનગરમાં 6, ગીર સોમનાથમાં 5, બનાસકાંઠામાં 4, તાપીમાં 2, બોટાદમાં 1 નવા કેસ સામે આવ્યા હતા.