રોકડ તથા પાંચ નંગ મોબાઇલ સહિત 40850/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે શહેર જડેશ્વર સોસાયટી ખાતે કેટલાક ઈસમો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસની ટીમે દરોડો કરી સફિર મુસ્તુફાભાઈ મંડલી, અનીશ અબ્રાહમભાઈ રાજા, આસિફ મહેબુબભાઈ ડોડીયા, શાહરૂખ લિયાકતભાઇ ગોરી, શાહનબાજ સિકંદરભાઈ મંડલી, અસ્પાક ફિરોઝભાઈ મંડલી, સદ્દામ હનીફભાઇ કારદાર, રૂહાન અયુબભાઈ શેખ, આદિલ અનવરભાઈ નાગોરી, મોહસીન સલીમભાઈ સંધિ, હમીદ મહેબુબભાઈ સિપાઇ, સોહિલ અલારખાભાઇ સુમરા, નિયાજ યાસીનભાઈ મંડલી તથા રિઝવાન અયુબભાઈ મંડલી સહિતનાઓ ગુદડીપાસાનો જુગાર રમતા રોકડ 30350/- રૂપિયા તથા પાંચ નંગ મોબાઇલ કિંમત 10500 રૂપિયા એમ કુલ મળી 40850/- રૂપિયાનો મુદામાલ જપ્ત કરી તમામ વિરુધ સિટી પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.