ડ્રગ્સ માફિયાએ પાકિસ્તાનના કરાચી બંદરેથી ડ્રગ્સ રવાના કરાવ્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.6
- Advertisement -
અરબી સમુદ્ર માંથી NCB,ATS અને કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડી રૂ.602 કરોડના 86 કિલો ડ્રગ્સ સાથે ઝડપાયેલ 14 પાકિસ્તાની શખ્સને ઝડપી લીધા હતા જે શખ્સના 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને જેલ હવાલે કરવામાં આવ્યા છે. ગુજરાતના દરિયામાંથી ગઈઇ, ગુજરાત અઝજ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી સમુદ્ર માંથી પાકિસ્તાની બોટ અલ-રઝા માંથી રૂ. 602 કરોડની કિંમતના 86 કીલો હેરોઇનના જથ્થા સાથે 14 પાકિસ્તાનીઓને ઝડપી લીધા હતા.
તેઓની વિધિવત ધરપકડ કરવામાં આવી હતી અને આ 14 આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે પોરબંદરની અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે કોર્ટે આ 14 આરોપીના 5 દિવસના એટલેકે તા. 4 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.જે રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે.આ આરોપીઓ પાસેથી મળેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, તેઓ આ ડ્રગ્સ કરાચીથી તાલીમનાડુ થઈ શ્રીલંકા લઇ જઇ રહ્યા હતા અને આ ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનના ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફીયા હાજી અસલમ ઉર્ફે બાબુ બલોચે પાકિસ્તાનના કરાચી બંદરેથી રવાના કરાવ્યું હતું.